Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પોદાર જમ્બો કીડઝ દ્વારા સ્વાતંત્ર્ય પર્વે વડીલ વંદના

પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગ દ્વારા દાદા - દાદી, નાના-નાનીની હાજરીમાં બાળકો સાથે સ્વાતંત્ર્યપર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તમામ બાળકો તથા વડીલોને તિલક કરી આવકારવામાં આવ્યા હતા. તમામ વડીલોને મીઠા મોઢા કરાવી ફલેગ આપી દેશભકિતના ગીતો પર ડાન્સ કરાવીને અનેરો જુસ્સો પુરો પાડયો હતો. આ ઉપરાંત અલગ અલગ રમતો રમાડીને ફરીથી જીવનમાં નવસંચાર પ્રચલિત કરી જુવાનીના દિવસો યાદ કરાવ્યા હતા. સેલ્ફી પોઇન્ટ પર બાળકો સાથે ફોટા પાડવામાં આવ્યા હતા.(૪૫.૬)

(12:06 pm IST)