Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ભાણવડની પુરૂષાર્થ સ્કુલમાં ચિત્ર પ્રદર્શન

ભાણવડ : પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલ ખાતે પંદરમી ઓગષ્ટના સ્વાતંત્રતા ર્પીર્વના દિવસે ભવ્ય ચિત્ર પ્રદર્શન યોજવામાં આવેલ હતુ. સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમ બાદ શહેરની જનતા માટે ચિત્ર પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી. આ ચિત્રો સામતભાઇ બેલા જામકલ્યાણપુર, કરશનભાઇ ઓડેદરા પોરબંદર તથા સામત ગરેજા - માધવપુરવાળા ચિત્રકારોએ તૈયાર કર્યા હતા. ગ્રામ્ય જીવનના વિસરાતા જતા લોકજીવનનું આજની યુવા પેઢીને દર્શન કરાવવાના હેતુ સાથે આ ચિત્રકારોએ ચિત્રો તૈયાર કરી સૌરાષ્ટ્રની રંગધરાનું પણ ચિત્રકલાના માધ્યમથી રસપાન કરાવ્યુ હતુ. આ ચિત્રોમાં આપણી પ્રાચીન સંસ્કૃતિના દર્શન થઇ રહ્યા હતા. પ્રદર્શનની તસ્વીરો. (૪૫.૧૦)

(12:06 pm IST)