Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

હળવદના ભવાનીનગરમાં જુગાર રમતા ૧૨ ઝડપાયા

હળવદ તા.૨૧: ભવાનીનગર વિસ્તારમાં ઘોડીપાસાનો જુગાર ધમધમતો હોવાની બાતમીના આધારે પી.આઇ. એમ.આર.સોલંકીએ સ્ટાફ કર્મીઓને સાથે રાખી રેડ પાડી હતી. જેમાં બનાવ સ્થળે ૩૭,૮૬૦ રૂપીયા રોકડા, ૧૧ મોબાઇલના મુદામાલ સાથે હસમુખ ગંગારામ દલવાડી, વિના જહી ઠાકોર, ગીરીશ કેશા ઠાકોર, કિશોર ભગવાન કોળી, ગણાવી ધનજી સુરેલા, દિનેશ ધારા ભરાડ, મહેશ ટીના કોળી, ચંદુ પાટડીયા પીન્ટુ, હીતેષ દુર્ગા, વિનદપરી ઇન્દપરી ગોસાઇ, તેમજ અશ્વીન ચાવડાને ઝડપી પાડ્યા હતા. જયારે એઝાજ નામનો જુગારી નાસી છુટવામાં સફળ રયો હતો. જેને ઝડપવા પોલીસે તપાસ તેઝ કરી છે.(૪.૧)

(12:04 pm IST)