Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પોરબંદરમાં ૨ સ્થળે તીનપત્તી જુગાર રમતા ૧૦ મહિલા સહિત ૧૨ ઝડપાયા

પોરબંદર, તા. ૨૧ :. અહીં ૨ સ્થળે દરોડામાં તીનપત્તી જુગાર રમતા ૧૦ મહિલા સહિત ૧૨ વ્યકિતઓને પોલીસે ૨૮ હજારની રોકડ સાથે પકડી પાડેલ છે.

ઈન્દીરાનગરમાં જુગાર રમતા ભરમીબેન લાખાભાઈ, પ્રીતિબેન રામભાઈ ઓડેદરા, હિરાબેન ભૂતિયા, નીતાબેન વીરમ, રમાબેન વીરભાઈ વાઢેર રે. તમામ ઈન્દીરાનગરને કમલાબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી. લગધીરે રૂ. ૧૫૭૩૦ રોકડ સાથે પકડી પાડેલ છે. ઝુંડાળા પોરાઈ માતાજી મંદિર પાસે જુગાર રમતા દીપુ મનસુખ રાઠોડ, કાનજી છગન, સવિતાબેન મનસુખ, મંગળાબેન જીતુ, કાજલ દીપકભાઈ, નીતા નિમીષભાઈ, મુન્નીબેન દિલીપભાઈ રે. તમામ ઝુંડાળાવાળાને ૧૨૮૯૦ની રોકડ સાથે કોન્સ્ટેબલ કૃણાલ પ્રવીણસિંહે પકડી પાડેલ છે.(૨-૭)

 

(12:03 pm IST)