Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

માળિયામાં ગંદકી પ્રશ્ને તંત્રને અલ્ટીમેટમઃ તાળાબંધીની ચીમકી

મોરબી, તા.૨૧: માળિયા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલને પગલે શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને હાલ તહેવારોની મોસમ હોય જેથી ગંદકીથી ત્રસ્ત નગરજનોએ મામલતદારને રજૂઆત કરી સફાઈ માટે તાકીદ કરી છે અન્યથા નગરપાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે.

માળીયાના રહેવાસી અબ્બાસ જેડા અને માળિયા નગરજનો દ્વારા માળિયા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ ઓગસ્ટથી સફાઈ કામદારોની હડતાલથી ગંદકી વધી છે અને ગટર ઉભરાઈ રહી છે જેથી દુર્ગંધ ફેલાઈ છે માળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા કાઉન્સીલરોની જવાબદારી છે પરંતુ તે જવાબદારી નિભાવતા નથી ને ભયંકર રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા ૨૦ દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે પરંતુ નિવેડો લાવવા પ્રયાસ થતા નથી હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આગામી દિવસોમાં ઈદ ઉપરાંત રક્ષાબંધન, સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે જેથી તાકીદના ધોરણે સ્વચ્છતા અભિયાન શરુ કરવા માંગ કરી છે અને ચાર દિવસમાં સ્વચ્છતા કાર્ય પૂર્ણ નહિ કરવામાં આવે તો તા. ૨૪ ના રોજ રોજ નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.(૨૩.૪)

(12:02 pm IST)