Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદ-ઉલ-અદહાની ઉજવણી

ગામે-ગામ મસ્જીદોમાં નમાઝ અદા કરીઃ મજલીશો અને નાત જમણવાર યોજાયા

જસદણ તા. ર૧ :.. સમગ્ર દાઉદી વ્હોરા સમાજએ આજે મંગળવારે ઇદ - ઉલ - અદહાની ઉજવણી કરી ત્યાગની ભાવના બુલંદ બનાવી હતી.

પવિત્ર ઇસ્લામ ધર્મમાં ત્યાગની ભાવના લઇને આવતી ઇદ-ઉલ-અદહાની આજે રાજકોટ, જસદણ, ભાવનગર, વિંછીયા, બોટાદ, મોરબી, અમરેલી, જૂનાગઢ, વિસાવદર, જામનગર, પોરબંદર, ધ્રોલ, જામખંભાળીયા, ગોંડલ, જેતપુર, જામખંભાળીયા, કાલાવડ, સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા,વાંકાનેર, મેંદરડા, સાવરકુંડલા, પાલીતાણા, તળાજા, ગારીયાધાર, ચલાલા, ધારી જેવા અનેક ગામો સાથે દેશ અને દુનિયામાં મીસરી કેલેન્ડર મુજબ ઉજવણી કરી હતી.

આજે વહેલી સવારે વ્હોરા બિરાદરો પોતપોતાના ગામોની મસ્જિોમાં એકત્ર થઇ ફઝરની  નમાઝ અદા કર્યા પછી.

ઇદની સામુહિક વિશેષ નમાઝ અદા કર્યાબાદ દેશમાં ભાઇચારો, એકતા હજુ વધુ કેળવાય અને દેશ હજુ પ્રગતિ કરે ખાસ કરીને વ્હોરા બિરાદરોએ આજે પોતાના પ૩ માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલભાઇ સાહેબ સૈફુદીન (ત.ઉ.શ.)ના સ્વાસ્થય અને દીર્ઘાયુ માટે દુઆ પ્રાર્થના કર્યા બાદ એકમેકને મળી ઇદની મુબારક બાદી પાઠવેલ હતી.

સૌરાષ્ટ્રમાં આજે કેટલાંક ગામોમાં ખુશીની મજલીશો અને નાત જમણવારો યોજાયા  હતાં.  આજે સવારે ધર્મગુરૂ તાજદાર ડો.સૈયદના સાહેબે પણ મુંબઇમાં ઇદ-ઉલ અદહાની નમાઝ પઢાવેલ હતી. અને જીયારત વાસ્તે રોઝતુન તાહેરામાં પધારેલ હતાં. આમ આજે વ્હોરા સમાજે આસ્થા અને ત્યાગની ભાવના લઇ ઇદની ઉજવણી હર્ષેલ્લાસથીકરી હતી. (પ-૧ર)

(12:02 pm IST)