Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મોરબી એસટી ડેપોએ આડેધડ ગ્રામ્ય રૂટ બંધ કરતા મુસાફર જનતા પરેશાન

મોરબી તા.૨૧: જીલ્લો બન્યા બાદ દરેક જગ્યાએ હરણફાળ વિકાસ થયેલ પરંતુ એસટીમા રાત્રે ગામડામાં જતા અસંખ્ય રૂટ બંધ કરેલ છે. જેમા વાઘપર માળીયા (હરીપર)જે મીઠાના અગર સોલ્ટ આવેલ છે. જે ગામને મોરબી આવવા જવા માટે એકજ બસની સુવિધા હતી આ બસ રાસંગપર નાઇટ રહે છે. જેથી મીઠાના મજુરોને મળતો લાભ એસટી સતાવાળાએ કલમના એક ઝાટકે બંધ કરેલ છે. વ્યાજબી નથી મોરબીથી અંબાજી બસ ચાલુ હતી જે પણ આવકના બહાના હેઠળ બંધ કરવામા આવેલ છે. મોરબી સુરત જવા માટે સવારે એકપણ બસ નથી રાત્રે રસ્તામાં  બસ બ્રેક ડાઉન થાય તો રાત્રે બે વાગ્યા બાદ વર્કશોપમા કોઇ જવાબદાર કર્મચારી હોતા નથી જેથી રાત્રે બ્રેક ડાઉન થયેલ બસ સવાર સુધી રોડ પર પડી હોય છે અને મુસાફર જનતા ભગવાન ભરોસે રાત્રી વિતાવે છે. આ બાબતે વિભાગીય નિયામક રાજકોટને પત્ર દ્વારા રજુઆત છતા સંતોષકારક ઉકેલ આવતો નથી પી.પી.જોષી કાર્યકરે એસટીના એમ.ડીને રજુઆત કરી છે.(૧૧.૪)

(12:01 pm IST)