Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કોટડાસાંગાણીના રાજગઢમાં સુરેશભાઇના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : પત્નિએ હાથફેરો કર્યો'તો

પત્ની રેખાએ રોકડ અને ઘરેણા ચોરીને અન્ય જગ્યાએ છૂપાવી દીધા'તા

કોટડાસાંગાણી તા. ૨૧ : કોટડાસાંગાણીના રાજગઢ ગામે થયેલ ચોરી મા વાડ પોતેજ ચીભડા ગળી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. જેમા ફરીયાદીની પત્ની એજ પોતાના ઘરમા ચોરી કર્યાનુ ખુલતા ભારે ચર્ચાનો વીષય બન્યો છે.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણીનાઙ્ગરાજગઢ ગામે સપ્તાહ પુર્વે રાત્રે સુરેશભાઈ રાતડીયાના મકાનમાથી સવા લાખના ઘરેણા અને રોકડ સહીત દોઢ લાખની મત્તાની ચોરી થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જેના આધારે પીએસઆઈ કે.બી.સાંખલા, રાઈટર ક્રિપાલસીંહ રાણા, હેડ કોન્ંસ્ટેબલ અશોકભાઈ ઝીબ્બાએ ચોરીને અંજામ આપનારાઓનુ પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી. તે દરમિયાન ચોરીની ઘટનાને કોઈ જાણભેદુએ જ અંજામ આપ્યો હોવાની પોલીસને પહેલેથીજ આશંકા સેવાઈ હતી. ત્યારે પોલીસે આસપાસના લોકોની પણ પુછપરછ કરી હતી ત્યારે ઘરના સભ્યોની કડકાઈ પુર્વક પુછપરછ કરતા ફરીયાદી સુરેશભાઇની પત્ની રેખાબેન રાતડીયા ભાંગી પડી હતી અને પોતેજ ઘરમાથી ચોરી કરી ઘરેણા અન્ય જગ્યાએ છુપાવી દિધા હોવાનુ જણાવ્યુ હતુ તેથી પોલીસે તેમની અટકાયત કરી ઘરેણા રીકવર કર્યા હતા અને રેખાબેન વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.(૨૧.૧૦)

(11:58 am IST)