Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દેવભૂમી દ્વારકા જીલ્લામાં ૪ નવી સરકારી શાળાઓને મંજૂરી

ખંભાળીયા તા.૨૧ : ગુજરાત સરકાર દ્વારા રાજયમાં નવી સરકારી શાળાઓ મંજૂર થઇ. જેમાં દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકાઓમાં એક એક મળી ૪ શાળાઓ મંજૂર થઇ છે.

દ્વારકા જિ.શિ. એસ.જે.ડુમરાળીયાએ જણાવ્યું કે દ્વારકા તાલુકામાં ગઢેચી, ભાણવડ તા.માં તેનકવડ, કલ્યાણપુર તાલુકામાં ગાંધવીમાં આર.એમ.એસ. શાળા તથા ખંભાળિયા તાલુકાના ભાતેલમાં સરકારી શાળા મંજૂર થઇ છે.

મોટાભાગની હાઇસ્કૂલો અંતરિયાળ વિસ્તારમાં મંજૂર થતા નજીકમાં હાઇસ્કૂલો દૂર હોય તેવા સ્થળોએ મંજૂર થતા લોકોમાં રાહત સાથે આનંદની લાગણી ફેલાઇ છે.(૪૫.૨)

(11:58 am IST)