Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

શ્રી રામગર બાપુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સર્જરી

ગોંડલમાં ગૌમાતાના પેટમાંથી કાચના ટુકડા, પથ્થર, ખીલ્લા અને પ્લાસ્ટીક નીકળ્યું

ગોંડલ તા. ૨૧ : ગોંડલના લીલા પીઠ ગૌશાળા ખાતે શ્રીરામગાર બાપુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમાતા માટે સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ગૌમાતાની સર્જરી કરવામાં આવતા વેટરનરી તબીબો દ્વારા આશરે ૫૦ - ૫૦ કિલો જેવો પ્લાસ્ટિક અને દોરા જેવો કચરો ગૌ માતાના પેટમાંથી કાઢવામાં આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ગૌમાતા માટે યોજાયેલ સર્જરી કેમ્પ અંગે શ્રીરામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટના જયકરભાઈ જીવરાજાનીએ જણાવ્યું હતું કે રાજકોટ ના વેટરનરી તબીબ પી પી કાકડીયા, ડો. એન એ જાકાસણીયા, ડો. એ. સી. ઘેટીયા, જયદીપ પીપળીયા, ડો જયદીપ કાછેલા, પશુનિરીક્ષક કૌશિક સૂર્યા, કરણ બાંભાવા, કરણ સોલંકી તેમજ ચૌહાણભાઈ સહિતનો દ્વારા સેવા આપવામાં આવી હતી. એક ગૌમાતાની સર્જરી કરવામાં આશરે બેથી અઢી કલાકનો સમય લાગ્યો હતો અને એક ગૌ માતા ના પેટ માંથી અંદાજે ૪૦ થી ૫૦ કિલો પ્લાસ્ટિકનો કચરો બહાર નીકળ્યો હતો જેમાંથી ખીલી ખીલા પિત્ત્।ળની ધાતુ, વીંટી, નટ બોલ્ટ જેવા પદાર્થો પણ નીકળ્યા હતા. ઉપરોકત સેવાકીય સર્જરી કાર્યમાં કેતનભાઇ માંડલિયા, ભરતભાઈ ભુવા, રાજુભાઈ સેજપાલ, બંટીભાઈ વિરડીયા, રમેશભાઈ, જીગરભાઈ, મેહુલભાઈ સહિતના લોકો જોડાયા હતા.આ તકે ગૌભકતો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે જાણતા કે અજાણતા શહેરીજનો દ્વારા આઠ વાગે કચરો પ્લાસ્ટિકના દ્વારા રસ્તા પર ફેંકવામાં આવી દેવામાં આવે છે જે પશુધન જાય છે અને તેના પેટ મારફતે તેની હોજરીમાં પહોંચી જાય છે તેના કારણે તેની તંદુરસ્તી બગડે છે અને તેનું મોત પણ નીપજે છે.

ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની ગુલબાંગો ફુંકવામાં આવી છે પરંતુ કોઇ કડક અમલવારી કરવામાં આવી ન હોય શહેરમાં ઠેર-ઠેર પ્લાસ્ટિકના કચરાના ગંજ જોવામાં આવી રહ્યા છે પરંતુ કોઈપણ જગ્યાએ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય જેનો ભોગ પશુધન બની રહ્યું છે જો વાસ્તવિકતામાં જ પાલિકા તંત્ર કડક કાર્યવાહી હાથ ઘરે તો પશુધન અવશ્ય બચી શકે તેમ છે તેઓ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. (૨૧.૧૦)

(11:58 am IST)