Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ખંભાળીયા-ગઢકા-ભાટીયામાં જૂગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા

ખંભાળીયા તા. ર૧ :.. કલ્યાણપુરના ગઢકાની સીમમાં રહેતા દેવજીભાઇ મુળજીભાઇ પરમારની વાડીએ ઓરડીમાં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જૂગાર અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે જૂગાર રમતા દેવજી મુળજીભાઇ પરમાર, જમન માધાભાઇ નકુમ, હેમત લખુભાઇ કછટીયા, નરશી રામજીભાઇ મુછડીયા, હેમત પોલાભાઇ પરમાર, મોહન પોપટભાઇ સોનગરા, રામજી જેઠાભાઇ પરમાર, રાકેશ લખુભાઇ નકુમ આ આઠેય ઇસમો રોકડા રૂપિયા ૧,૧૧,ર૦૦ તથા મોબાઇલ નંગ ૭ કિંમત રૂપિયા ૧પ હજાર કુલ મુદામાલ ૧ લાખ ર૬ હજાર ર૦૦ સાથે પકડાઇ આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.કલ્યાણપુરના ભાટીયા ગામે જાહેરમાં તિનપતીનો જૂગાર રમતા ધનજી મેઘાભાઇ મકવાણા, ડાયાભાઇ રાણાભાઇ રાઠોડ, બાબુ માલેભા પારિયા, કમીબેન રાણાભાઇ પારિયા, રહે. બધા ભાટીયા વાળા રોકડા રૂપિયા ૧૦,૪ર૦ તથા મોબાઇલ નંગ ૪ કિંમત રૂપિયા ર હજાર કુલ મતા ૧ર,૪ર૦ ની સાથે પકડાઇ આવ્યા હતાં.

ખંભાળીયાના જોધપુર ગેઇટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જૂગાર રમી રમાડતા દિલેશ ઉર્ફે દીલો અરવિંદ સામાણી, પરેશ મનસુખભાઇ પુરોહિત આ બને ને રોકડા રૂપિયા ર૬૦૦ જૂગારના સાહીત્ય સાથે પકડાઇ આવ્યા હતાં. (પ-૧પ)

 

(11:58 am IST)