Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કેશોદના મોટી ઘંસારી ગામની સિમમાં પાણીમાં રસ્તો

જાહેર માગેમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો પરેશાન

કેશોદ,તા.૨૧:કેશોદ તાલુકાના મોટી દ્યંસારી ગામની સિમમાં આશરે પચ્ચીસથી વધુ ખેડુતોના વાડીએ જવા માટેના જાહેર માર્ગમાં એક ખેતરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ખેતરોમાંથી આવતા વરસાદી પાણી રસ્તામાં પાણી ભરાતા પાણીમાં રસ્તો હોય તેવું લાગી રહ્યુ છે.

 છેલ્લાં એક મહીનાથી આજુબાજુમાં રહેતા આશરે પચ્ચીસથી વધુ ખેડુતોએ પોતાના ઘરે જવા માટે પાંચ ફુટથી વધું ઉંડા પાણીમાંથી પસાર થવું પડેછે પશુઓ માટે દ્યાંસચારો પણ પાણીમાંથી ખેડુતો પગપાળા પસાર થઈ રહયાછે તો કોઈ ખેડુતો ના છુટકે બળદ ગાડા પણ જીવના જોખમે પસાર કરી રહયાછે

 આ વિસ્તારના ખેડુતોના જણાવ્યા મુજબ મોટી દ્યંસારીથી નુનારડા તરફ જતા રોડની બાજુમાં આવેલ ખેતરોના સેઢે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની ગટર બનાવેલીછે પણ એકઙ્ગ ખેડુત દ્વારા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી અન્ય ખેતરોનું વરસાદી પાણીનો ભરાવો થતાં જાહેર માર્ગમાં ભરાતા ખેડુતો છેલ્લાં એક મહિનાથી પાણીમાંથી પગપાળા પસાર થઈ રહયા છે.

પાણીના નિકાલ બાબતે રસ્તાના પ્રશ્ને ખેડુતો દ્વારા રજુઆત કરવામાં આવી છે છતાં કોઈપણ જાતનું ધ્યાન આપવામાં ન આવતાં ખેડુતો ભારે હાલાકી ભોગવી રહયાછે. ત્યારે રસ્તાની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં તંત્ર કયારે જાગશે તેવી ખેડુતો રાહ જોઈ રહયા છે.

જે રસ્તામાં એક મહીનાથી પાણી ભરાયેલુ છે તે રાજ માર્ગ સરકારી ચોપડે વીસ ફુટથી વધારે બોલતો હોય તેવું ખેડુતોએ જણાવ્યું હતું પણ હાલમાં માત્ર છ થી સાત ફુટ પણ રસ્તો પહોળો ન હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે જે ખેડુતોએ રસ્તાની બાજુમાં બિન કાયદેસરની કરેલ પેશકદમી તંત્ર દુર કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.ઙ્ગ અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકામાં છ મહિના પહેલા કરોડો રૂપીયાની ગ્રાંટ મંજુર કરવામાં આવીછે જેમાં અનેક રોડ રસ્તા ડામરથી મઢવા પુલ બનાવવા સહીતના કામો મંજુર થયાછે જેમાંના કોઈ કામો શરૂ થયાછે. બાકીના મોટાભાગના કામો શરૂ થયા બાદ અટકી ગયાછે ત્યારે તાલુકા ભરમાં મળેલી ગ્રાંટના કામોની તાલુકાને સુવિધાઓ કયારે મળશે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.

(12:48 pm IST)