Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

જસદણ-વિંછીયા તાલુકાના રસ્તાના કામો માટે રૂ.પ૬૦ લાખ મંજૂર કરાવતા કુંવરજીભાઇ

આટકોટ, તા. ર૧ : જસદણ અને વિંછીયા તાલુકાના અતિ જર્જરીત થયેલા રોડના નવીનિકરણના કામને માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા જોબ નંબરો ફાળવી અંદાજપત્રક બનાવવા સહિતની વહીવટી પ્રક્રિયા માટે જવાબદાર અધિકારીને સૂચના આપી છે.

જસદણ તાલુકાના (૧) સાણથલી-વાસાવડ રોડથી થોરખાણના ૧.૭૦ કિ.મી. એપ્રોચ રોડના રીસર્ફેસીંગના કામ માટે રૂ. ર૮.૦૦ લાખ (ર) ભાડલા-આણંદપર રોડ ર. ૦૦ કિ.મી. રસ્તાને રીસર્ફેસીગના કામ માટે રૂ.૩૦.૦૦ લાખ, વિંછીયા તાલુકાના (૩) જનડા એપ્રોચ રોડ ૧.૩૦ કિ.મી.ના કામ માટે રૂ. ૪પ.૦૦ લાખ (૪) છાસીયા-સણોસરાના ૩.૦૦ કી.મી. રોડના કામ માટે રૂ.૩૦.૦૦ લાખ, (પ) કોટડા એપ્રોચ રોડ ૧.પ૦ કિ.મી.ના કામ માટે રૂ. ૩૦.૦૦ લાખ, (૬) વિંછીયા-ખારચીયાના ર.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ૩૬.૦૦ લાખ (૭) આંબરડી એપ્રોચ રોડના ૧.પ૦ કિ.મી.ના કામ માટે રૂ. ર૮.૦૦ લાખ, (૮) રૂપાવટી એપ્રોચ રોડ જોઇનીંગ ટુ પીપરડી થોરીયાળીના ર.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ર૮.૦૦ લાખ (૯) સરતાનપર-દેવધરી રોડના ૧.પ૦ કિ.મી.ના કામ માટે રૂ. ૩૦.૦૦ લાખની રકમ મળી કુલ ૧૬ કિ.મી. લંબાઇના રોડ-રસ્તાના કામ માટે રૂ.પ૬૦ લાખની રકમ માર્ગ અને મકાન વિભાગે મંજૂરી છે.

જસદણ અને વિંછીયા તાલુકાના બિસ્માર રોડ માટે વાહન ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા. બિસ્માર રસ્તાઓને નવા રૂપ આપવા માટે રજુઆતોને ધ્યાને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ માર્ગ અનેમ કાન વિભાગ પાસેથી મંજૂર કરાવતા ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવશે.

(10:58 am IST)