Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મોરબીના શોભેશ્વર રોડ પર કારખાનાની ઓફિસમાં દરોડો : છ શકુનિઓ ઝડપાયા

દેવમાર્કેટિંગ ટાઈલ્સ કટિંગ કારખાનાની ઓફિસમાં એલસીબીનો દરોડો

 

મોરબી જીલ્લામાં જુગારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને હળવદ બાદ એલસીબી ટીમે સોમવારે મોરબીના શોભેશ્વર રોડ પર કારખાનાની ઓફિસમાં દરોડો કરીને જુગાર રમતા આરોપીને ઝડપી લીધા હતા

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પરની દેવમાર્કેટિંગ ટાઈલ્સ કટિંગ કારખાનાની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા હિતેષ પ્રાણજીવન પટેલ રહે ખાખરેચી, હિતેશ મેઘજીભાઈ પટેલ રહે લક્ષ્મીનગર, વિપુલ નાગજીભાઈ પટેલ રહે મહેન્દ્રનગર, મનોજ વિરજીભાઈ પટેલ રહે ખાખરેચી, પ્રવીણ જેરામભાઈ પટેલ રહે માણાબા અને મિતેશ લક્ષ્મણ પટેલ રહે ખેવારીયા એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ,૨૫,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના દિલીપભાઈ ચૌધરી, વિક્રમભાઈ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રણુભા જાડેજા, હરેશભાઈ સરવૈયા, દશરથસિંહ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીકાંત કૈલા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી

 

(8:54 am IST)