Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ભુજનાં પેન્શનરનાં મૂક-બધિક પુત્ર મહેશભાઈ દવેને જિલ્લા કલેકટરના હસ્તે કુટુંબ પેન્શનનો પત્ર અર્પણ

રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણંય:જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો અને રજૂઆત સફળ

ભુજ: રાજય સરકાર દિવ્યાંગો માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે અવસાન પામેલા નિવૃત સરકારી કર્મચારીના મુક-બધિર સંતાનોના કિસ્સામાં આજીવન કુટુંબ પેન્શન આપવાનો મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે ગત તા. ૨૧/૧૨/૨૦૧૮ના લીધેલો એક સંવેદનશીલ નિર્ણય મૂક-બધિર બાંધવોને સહાયરૂપ બનવાની દિશામાં લેવાયેલો નિર્ણય સિમાચિન્હ બની રહેશે.

 

 ભુજ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે મુક-બધીર એવા મહેશભાઈ ભાનુશંકર દવેને જિલ્લા તિજોરી કચેરી, ભુજનો કુટુંબ પેન્શન મંજૂરી પત્ર અર્પણ કરાતાં પ્રકરણમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા પ્રયાસો અને રજૂઆતો સફળ બની છે
   પ્રસંગે જિલ્લા તિજોરી અધિકારી  બાદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અરવિંદભાઈ રોહડિયા, દિવ્યાંગના સગાભાઈ દિનેશભાઈ દવે, ભત્રીજી રિધ્ધિબેન દવેની ઉપસ્થિતિમાં મુક-બધીર મહેશભાઈ દવેને કુટુંબ પેન્શનનો મંજૂરી પત્ર અર્પણ કરાતાં કુટુંબીજનો દ્વારા જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન સહિતના અધિકારીઓનું મોં મીઠું કરાવી આભારની લાગણી વ્યકત કરી તંત્રના સહયોગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારના સંવેદનશીલ નિર્ણય બદલ કાર્ય પ્રસન્નતા વ્યકત કરી હતી.
   
અંગેની વિગત મુજબ મૂક-બધીર મહેશભાઈ દવેના ભાઇ દિનેશભાઇ દવે અને ભત્રીજી દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એવી રજુઆત મળી હતી કે, સ્વ. બી.બી. દવે સરકારી કર્મચારી હતા અને નિવૃતિ બાદ તેઓને પેન્શન મળતું હતું. પરંતુ પેન્શનરનાં પુત્ર  મહેશ ભાઈશંકરદવે તે મુક-બધિર હોઈ જાતે કમાઈને પોતાનું ભરણ-પોષણ કરવા સક્ષમ હોવાથી પરિસ્થિતિને ધ્યાને લઇ તંત્ર દ્વારા બાબતે યોગ્ય કક્ષાએ રજુઆત કરવાનો નિર્ણય લેવામા આવેલ.
   
જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના સીધા માર્ગદર્શન હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી .પી.રોહડિયા અને તેમની કચેરીના સ્ટાફ તેમજ  મહેશભાઇના ભત્રીજી રીધ્ધી દવે દ્વારા સક્ષમ કક્ષાએ બાબતે યોગ્ય રજુઆત કરાતાં ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા તા.૨૧.૧૨.૨૦૧૮ ના ઠરાવથી અવસાન પામેલ નિવૃત સરકારી કર્મચારીના મુક-બધિર સંતાનનેઆજીવન કુટુંબ પેન્સન મળવાપાત્ર હોવાનું ઠરાવાયું છે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે, નિયમાનુસાર અગાઉ પેન્શનરનાં મુંગા-બહેરા સંતાનો કે જેઓ આર્થિક પ્રવૃતિ કરી શકે તેમ હોઈ, તેઓ ઉકત વ્યાખ્યામાં આવતા હતા. તેથી તેઓને અવસાન પામેલ નિવૃત સરકારી કર્મચારીના સંતાનોને મળવાપાત્ર આજીવન કુટુંબ પેન્શન મળતુ હતું.

 

(11:21 pm IST)