Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

પોરબંદરના ખાપટ ગામે બે માસની દેવીપૂજક બાળકીનું રસીકરણ બાદ મોત : દેવીપૂજક પરિવારમાં શોકની લાગણી

પોરબંદર: પોરબંદર તાલુકાના ખાપટ ગામે આજરોજ આરોગ્ય વિભાગની ટીમ બાળકોને રસીકરણ કરવા ગયેલ હતી.

ત્યારે ખાપટ ગામે આરોગ્યની ટીમના કર્મચારીઓએ બે માસની બાળકીને રસીકરણ માટે ઇન્જેકશન આપતા થોડી વારમાં જ બાળકીનું મૃત્યુ નિપજયું હતું.

બાકળને બપોરે ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે. દેવીપૂથક બાળકીના માતા-પિતાનો એવો આક્ષેપ છે કે બાળકીનું મોત ઇન્જેકશનના કારણે થયું છે.

હાલ બાળકોનું પોસ્ટમોર્ટમ કરવાનું હોય પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.

(2:45 pm IST)