Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

વિંછીયામાં વેપારીનુ કારમા અપહરણ કરી હુમલોઃ તમંચો બતાવી ધમકી આપી

     વિંછીયાઃ  વિંછીયામા રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતા સલીમ હબીબભાઇ રૂપાણી નામના ખોજા વેપારી અને તેનો ભાઇ રાત્રીના રેસ્ટોરન્ટથી ઘેર જવા નીકળ્યા હતા ત્યારે દુધની ડેરી પાસે પહોચ્યા ત્યારે કુલદીપ શિવકુ ખાચર અને બે અજાણ્યા શખ્સો સ્વીફટ કારમા ઘસી આવ્યા હતા. અને સલીમ રૂપાણીનુ કારમા અપહરણ કરી જઇ પાળીયાદ-બોટાદ પાસે માર મારી તમંચો બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી.

દરમ્યાન સલીમના ભાઇએ પોલીસને જાણ કરતા પોલીસો શોધખોળ શરૂ કરી હતી અને પોલીસની ભીંસ વધતા સલીમને છોડી દઇ કાર રેઢી મુકી નાસી છૂટયા હતા.

પોલીસે સલીમ રુપાણીની ફરીયાદ પરથી કુલદીપ ખાચર સહીત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમીક તપાસમા કુલદીપ ખાચર જેલમાં હતો ત્યારે સલીમે ગ્રુપમા જમણવાર રાખ્યો હતો તેનો ખાર રાખીને આ કૃત્ય કરવામાં આવ્યુ હોવાનુ ખુલ્યું હતુ.

(12:38 pm IST)
  • દ્વારકામાં બપોરે ૧:૩૦ વાગ્યાથી વરસાદનુ આગમન થયુ હતું (અહેવાલ - દીપેશ સામાણી) access_time 5:08 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસ ૧લી ઓગસ્ટ થી અમરાવતી જિલ્લામાંથી મહા જનાદેશ યાત્રા શરૂ કરશે. access_time 11:43 pm IST

  • કર્ણાટકમાં કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર : કર્ણાટકમાં સત્તારૂઢ જનતા દળ દ્વારા કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી છે : આવતીકાલે સોમવારે વિશ્વાસના મત પૂર્વે મુખ્યમંત્રી કુમાર સ્વામીએ છેલ્લો દાવ ખેલ્યો હોવાનું જાણવા મળે છે access_time 11:43 pm IST