Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

જામજોધપુર, જામવાળી, વાલાસણમાં ૨ll, હરિયાસણમાં ર ઈંચ, વિસાવદર, મોટી પાનેલીમાં અડધી કલાકમાં ધોધમાર ૧ll ઈંચ વરસાદ વરસ્યો

જામજોધપુર: ભીમઅગિયારસે વાવણી થયા પછી વરસાદ ખેંચાતા વાવેતર સુકાવા લાગ્યા છે. રીસાયેલા મેઘરાજાને મનાવવા ઠેરઠેર રામધુન , પ્રાર્થનાઓ થઈ હતી જે ફળતી હોય એમ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જામજોધપુર, જામવાળી, વાલાસણમાં ૨II, હરિયાસણમાં ર ઈંચ, વિસાવદર, મોટી પાનેલીમાં અડધી કલાકમાં ધોધમાર ૧II ઈંચ વરસાદ વરસ્યો હતો. બાબરા : બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં બાબરામાં વાતાવરણમાં એકાએક પલટાની સાથે અડધા ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો ખાંભાઃ ખાંભા ગીરના ગામ્ય વિસ્તાર ખાંભા ગીર કાંઠાના ગીદરડી , તાતણીયા , ધાવડીયા , લાસા, નાનીધારી , ધાવડીયા, ભાણીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં ખાંભાની ગીદરડીમાં કડાકા ભડાકા સાથે અડધી કલાકમાં એક ઈંચ ,ગીદરડી ગામ ધોધમાર વરસાદ પડતાં ગામના નદી નાળા પુરઆવ્યા

મોટી પાનેલી : શનિવારે સાંજના સાડા પાંચ કલાકે મેઘરાજા જોરદાર પવન સાથે પધરામણી કરેલ જે આ અડધા કલાકમાં જ લગભગ એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયેલ છે આ ઉપરાંત બાજુના વાલાસણમાં ૨II, હરિયાસણમાં ર, સીદસરમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે.

વાંસજાળિયા ઃ વાસજાળિયા, ઉદેપુર, સતાપરમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો જેથી પાકને રાહત પહોંચી છે. તેમજ ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

મેંદરડા : સાંજે સાત વાગ્યે વરસાદ ચાલુ થયો હતો. જે એક ઈંચ વરસી ગયો હતો.મોડી સાંજે જુનાગઢના ખડિયા ગામે અડધો ઈંચ વરસ્યો હતો.ભેેસાણમાં પ મી.મી, વંથલીમાં અડધો ઈંચ હતો

ઉના : ઉના નજીક આવેલા રાવલ ડેમ વિસ્તારમાં પોણો ઈંચ પાણી પડી ગયું હતુ. જામવાળામાં એક કલાકમાં અડધો ઈંચ,ગીરગઢડા તાલુકાના વડલી, નીતલી, ધોકડવા, નગડિયા, જસાધાર, તુલસીશ્યામમાં ઝાપટાં વરસ્યા હતા. ગીર વિસ્તારમાં બાણેજમાં સારા વરસાદના વાવડ મળે છે.

મોરબીઃ મોરબીના વાઘપર-પીલુડી, ,ગાળા,જેતપર,અણીયારી, માળીયા પંથકના ,નાનાભેલા અને મોટાભેલા, સરવડ તથા હળવદ તાલુકાના દેવળીયા,ટિકર

સહિતના ગ્રામ્ય વિસ્તારોની પટ્ટીમાં ઝાપટાંથી માંડીને પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો.

જસદણ : જસદણમાં હળવા ભારે છાંટા પડયા હતા અને ફકત રોડ જ ભીંજાયા હતા. જયારે વીંછીયામાં જોરદાર ઝાપટું વરસી ગયું હતુ.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતુ. કલ્યાણપુરમાં વરસાદી ઝાપટાંઓ વરસતા છ મી.મી. વરસાદ થયો હતો.

(2:17 pm IST)
  • રાજકોટમાં આજે સાંજે વરસેલ મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા : શહેરનું લક્ષ્મીનગરનું નાલું આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને હુડકો ચોકડી પાસે જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. access_time 10:34 pm IST

  • પડધરીના અડબાલકા ગામે વીજળી પડતા એક 20 વર્ષ ની યુવતીનુ મોત : વાડીમાં મજુરીકામ કરતી આદિવાસી મહિલા પર વીજળી પડી હતી. access_time 10:50 pm IST

  • શીલા દિક્ષીતજીના અવસાનથી દુઃખ અનુભવું છું : દિલ્હીના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન હતું : દિલ્હીના પૂર્વ ચીફ મિનિસ્ટર શીલા દીક્ષિતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિ : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું access_time 8:38 pm IST