Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

કેશોદમાં આડેધની લાશ કોહવાયેલી હાલતમાં મળી

જુનાગઢઃ કેશોદના પાનદેવ પટેલ સમાજ પાસે એક બંધ મકાનમાંથી આધેડની નગ્ન હાલતમાં કોહવાયેલ લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા મૃતક કેશોદના ધીરુભાઇ પિત્રોડાની હોવાનું બહાર આવ્યુ છે.

આ લાશ નગ્ન હાલતમાં કોહવાઇ જવાથી દુર્ગધ મારતી હતી. આ મૃતદેહ ધીરુભાઇ પિત્રોડાનો હોવાનુ બહાર આવતા તેમના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આધેડ એકલા રહેતા હતા.

(11:45 am IST)