Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ટંકારાના જીવાપરમાં જુગાર રમતા સાત ઝડપાયા

       ટંકારા:  ટંકારાના જીવાપર ગામે ચબુતરા પાસે જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા ટંકારા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા નુરભાઇ ઓસમાણભાઈ સંધી, વલ્લભભાઈ વસ્તાભાઈ લોરિયા, મુન્નાભાઈ ધીરૂભાઈ ભરવાડ, હસમુખભાઈ ઓધાભાઈ અધારીયા, અશોકભાઈ કેશુભુઈ અઘારીયા, કિશનભાઈ ઓધવજીભાઈ બારૈયા અને પ્રકાશ કેશુભાઈ અઘારીયા રહે બધા જીવાપર તા ટંકારા વાળાને ઝડપી રોકડ રકમ ૯૩૪૦ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

(11:36 am IST)