Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં આખરે ભાજપ મહામંત્રીની એલસીબી ટીમે હળવદ ખાતેથી કરી ધરપકડ

      મોરબી : મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં ધરપકડનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે અગાઉ મોટા માથાઓની ધરપકડ બાદ ભાજપના અગ્રણીનું નામ ખુલ્યું હતું જેની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે આજે એલસીબી ટીમે ભાજપ મહામંત્રીની ધરપકડ કરીને તેને મોરબી લાવી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યા છે 

        મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય, નિવૃત ઈજનેર અને વકીલની ધરપકડ કરવામાં આવી હતી અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ કરોડોના કોભાંડમાં સઘન તપાસને પગલે જીલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલનું નામ ખુલવા પામ્યું હતું જોકે ધરપકડથી બચવા માટે ભાજપ અગ્રણીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ અરજી કોર્ટે ફગાવી દેતા ધરપકડની તલવાર તેના પર લટકતી જોવા મળી હતી અને ગમે ત્યારે ધરપકડ થઇ સકે તેવા એંધાણ સાચા પડ્યા છે એલસીબી ટીમે હળવદ ખાતેથી ભાજપના જીલ્લા મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલ રહે માનસર તા. હળવદની ધરપકડ કરી છે અને એલસીબી ટીમ હળવદથી મોરબી લાવીને આરોપી ભાજપ મહામંત્રીને એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યા છે તો ભાજપ અગ્રણીની ધરપકડથી અનેક નેતાઓ દોડતા થયા છે તેમજ મંડળી પ્રમુખોમાં પણ દોડધામ મચી જવા પામી છે.

(11:37 am IST)