Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

મોરબીમાં યુવાન હત્યા કેસમાં હત્યારી પત્ની અને પૂર્વ પતિના સોમવારે રિમાન્ડ પૂર્ણ

મોરબી: બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરાયા. મોરબીના રંગપર નજીકની સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનની હત્યા બાદ તેની પત્ની ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને હત્યારી પત્ની તથા તેના પૂર્વ પતિને દમણ ખાતેથી ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે

મોરબીના રંગપર નજીક ઈરેટો સેનેટરીમાં કામ કરતા શ્રમિક રામસિંગ ભવરલાલનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં મૃતકની પત્ની કિરણદેવી ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી હતી હત્યારી પત્ની કિરણદેવી રામસિંગ (ઉ.વ.૨૮) મૂળ એમપી અને તેનો પૂર્વ પતિ ઇન્દ્લ ધનોરી પાસવાન (ઉ.વ.૩૮) રહે મૂળ બિહાર હાલ દમણ વાળાને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા બંને ઇસમોએ હત્યા કર્યાની કબુલાત આપી હતી મોરબી તાલુકા પોલીસે હત્યારી પત્ની અને પૂર્વે પતિને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે અને સોમવારે બંને આરપીના રિમાન્ડ પૂર્ણ થશે બનાવની વધુ તપાસ તાલુકા પીએસઆઈ એમ વી પટેલ ચલાવી રહયા છે  

(11:34 am IST)