Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

સખત ગરમી વચ્ચે વાગડથી સારા સમાચાર- રાપરમાં ધીમી ધારે વરસાદ, કેરા, પુનડીમાં ઝરમર

(ભુજ) કચ્છમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે વાગડથી સારા સમાચાર છે. ધણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી આજે સાંજે સાડા સાત વાગ્યા ની આસપાસ વાગડ વિસ્તારમાં ધુળ ની ડમરીઓ સાથે મેધરાજા નું આગમન થયું હતું અને જોત જોતા મા ગાજવીજ સાથે વરસાદ ધીમીધારે પડ્યો હતો અને શહેરના રસ્તાઓ ઉપર. પાણી વહી નિકળ્યા હતા ગાજવીજ સાથે મેધરાજા નું આગમન થતાં લોકો ખુશખુશાલ થઈ ગયા છે. એકાદ કલાક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ના લીધે રાપરમાં ગત મહિને થયેલા વરસાદ સમયે વાવેતર કરાયું હતું તે ઉભા પાકને ફાયદો થશે. આજે પડેલા અડધા થી પોણો ઇંચ વરસાદ ના લીધે સખત ગરમી વચ્ચે વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી રાપર ની આજુબાજુના ગામો નીલપર, ખીરઈ, આડેસર, નંદાસર, ભીમાસર સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ના ઝાપટાં પડયાં ના અહેવાલો પ્રાપ્ત થઇ રહયા હતા. આ લખાય છે ત્યારે ગાજવીજ વચ્ચે વરસાદ નો માહોલ સર્જાયો છે, અને વરસાદ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.  જોકે, વરસાદ દરમ્યાન રાપરમાં વીજ પુરવઠો આવ જાવ કરતાં લોકો ને મુશ્કેલી પડી હતી.

*ભુજના આકાશમાં વીજળીના ચમકારા વચ્ચે કેરા, પુનડીમાં અમીછાંટણા

સખત ગરમી વચ્ચે ભુજમાં આજે સાંજ પછી વીજળીના ચમકારા થતાં લોકોમા વરસાદની આશા બંધાઈ છે. તો, કેરા અને પુનડીના ન્યૂઝ4કચ્છના વાચકોએ સાંજે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હોવાની વાત કરી હતી. જોકે, દુષ્કાળના આ સમયમાં કચ્છી માડુઓ મેઘરાજાની કૃપા ઝંખે છે.

 

(9:29 pm IST)