Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાજુલાના ખાખખાઇ ગામના ભરવાડ આઘેડ પાણીમાં ડુબ્યાની આશંકા વચ્ચે તંત્ર દોડયું

અંબરીશ ડેર અને હીરાભાઇ સોલંકી પણ દોડી ગયા

રાજુલા-અમરેલી, તા., ર૧: રાજુલાના ખાખખાઇ ગામના ભરવાડ આધેડ ભોજાભાઇ મેરૂભાઇ રાઠોડ ખાખખાઇ રોડ ઉપર નીકળેલ જે દરમ્યાન ધાતરવડી નદી આ રોડ ઉપરથી પસાર થાય છે. ત્યાં પાણીની પ્રવાહમાં તણાયા હોવાની આશંકા તેમના પરીવારે વ્યકત કરતા તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને રાજુલા પ્રાંત અધિકારીશ્રી ડાભી તથા મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે હાજર રહેલ અને આ અંગે પ્રાંત અધિકારી શ્રી ડાભી સાથે થયેલ વાતચીત મુજબ એનડીઆરએફની ટીમ દ્વારા ત્રણ કીમી સુધી એટલે કે છેક હિડોરણા સુધી શોધખોળ કરવા છતા ભોજાભાઇ મેરૂભાઇ રાઠોડ (ઉ.વ.૪પ) વાળાનો કોઇ પણ જાતનો સુરાગ મળેલ નથી. આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડેલ હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય અંબરીશ ડેર પણ દોડી આવેલ અને મદદ કરેલ હતી.

આ ઘટનામાં પુર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ પણ પાણીમાં છલાંગ લગાવી હતી અને શોધખોળ કરવામાં મદદ કરી હતી. (૪.૧૧)

 

(2:37 pm IST)