Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સાવરકુંડલાની પરિણિતાની ખાખબાઇના સરપંચ સહિત ૯ સામે દુષ્કર્મની ફરીયાદ

અમરેલી, તા. ર૧ : સાવરકુંડલાની એક પરિણિતા ઉપર ખાખબાઇના સરપંચ સહિત નવે બળાત્કાર ગુજારી ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.

સાવરકુંડલામાં રહેતી પરિણિતા પારૂલબેન ધનજયભાઇ રામાણી ઉપર હિતેષ વિનયચંદ્ર રાઠોડ, ધવલ રાઠોડ, ચિકુ ઉર્ફે રણવીર બોરીસાગર, રસીક બાબરીયા, ખાખબાઇના સરપંચ નાથાભાઇ, રમેશ વાળા સહિત રામબેન, કમીબેનની મદદથી અલગ અલગ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારી ધમકી આપી પુત્રીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સાવરકુંડલા પોલીસમાં થવા પામી હતી.

અમરેલી જિલ્લામાં બે સીમ ચોરી

બાબરાના કોટડાપીઠામાં રહેતા અરજણ છગનભાઇ માથા સુળીયાની વાડીમાંથી સુર્ય ઉર્જા પ્લેટ કિ. રૂ. ૪૦૦૦ની કોઇ ચોરી કરી લઇ ગયાની જયારે જાફરબાદના મીઠાપુરમાં ચંપુભાઇ ભીમભાઇ વરૂના ખેતરમાંથી ઝટકા મશીન, બેટરી મળી કુલ કિ. રૂ. ૧૭૦૦૦ની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી છે. (૮.૧૩)

 

(2:37 pm IST)