Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમરેલીઃ ચોરીના દાગીના રોકડ સાથે ધરપકડ

અમરેલી, તા.૨૧: પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાંઓએ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા બાબતે તા-૧૭/૦૭/૨૦૧૮થી તા-૨૦/૦૭/૨૦૧૮ દરમ્યાન ડ્રાઇવનુ આયોજન કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ ખાસ સુચના આધારે અમરેલી એલ.સી.બી. ટીમે ખાંભા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮/૨૦૧૦ ઇ.પી.કો.કલમ ૩૬૬, ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હામા અપહરણ અને રોકડ રકમ તથા દાગીના મળી કુલ રૂ.૨૭,૦૦૦/- ની ચોરી નો ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ (૧) કેતન ઉર્ફે જીકુભાઇ કાનદાસ ઉર્ફે બાબુભાઇ ગોંડલીયા ઉવ. ૨૮ ધંધો હીરા દ્યસવાનો તથા (૨) કૈલાસબેન ઉર્ફે કડવીબેન  લવીંગભાઇ ઉર્ફે લવજીભાઇ જીવાભાઇ ખોરાસીયા ઉવ. ૨૮ રહે. બન્ને મોટા સરાકડીયા તા-ખાંભા જી.અમરેલી હાલ સુરત વરાછા ગીતાનગર પુણાગામ સુરત વાળાઓને ખાનગી હકીકત આધારે આજરોજ તા-૨૦/૦૭/૨૦૧૮ના ક.૧૫/૦૦ વાગ્યે પકડી પાડી ખાંભા પો.સ્ટે. ખાતે આગળની તપાસ સારૃં સોપી આપેલ છે.

આ કામગીરી મે. પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓને સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખા નાં પોલીસ ઇન્સપેકટર સી.જે.ગૌસ્વામી તથા પો.સ.ઇ. શ્રી એ.વી. સરવૈયા તથા હેડ કોન્સ. જીતુભાઇ મકવાણા તથા હેડ કોન્સ. સંજયભાઇ મકવાણા તથા હેડ કોન્સ. જે.કે.ચૌહાણ તથા પો.કોન્સ. રાધવેન્દ્રભાઇ ધાધલ વિગેરેનાંઓએ કરેલ છે.

છેલ્લા છ વર્ષથી નાસતો-ફરતો આરોપીને પકડી પાડતી બગસરા

પોલીસ  પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ નાસતા-ફરતાં આરોપીઓ પકડવા અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ અને નાયબ પોલીસ અધીક્ષક મોણપરા  દારા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે અન્વયે બગસરા ના પોલીસ સબ ઇન્સ એમ.એ.મોરી નાઓએ બાતમી આધારે બગસરા પોલીસ સ્ટેશનના ગુન્હા I/૪૮/૨૦૧૨ દ્યરફોડ ચોરી નો આરોપી ર્પોતાની ધરપકડ ટાળવા સારૂ અલગ-અલગ જગ્યાએ નાસતો-ફરતો આરોપી પરવીણ સામજી સોલંકીને આજ રોજ ધારી બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડેલ છે.અને વધુ તપાસ પો.સબ.ઈનસ.એમ.એ.મોરી સાહેબ ચલાવી રહયા છે.

આ કામગીરી બગસરા પોલીસ સબ ઇન્સ.એમ એ.મોરી સાહેબ તથા ણ્ણૂ મધુભાઈ એન પોપટ PC કનુભાઈ આર બાંભણીયા અને PCરવીદાન સુરુ કરેલ છે.(૨૨.૯)

(2:37 pm IST)