Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જાફરાબાદ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પરેશભાઈ ધાનાણી

આજરોજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા અસરગ્રસ્ત એવા જાફરાબાદ તાલુકાના રોહિસા, બલાણ, ધારાબંદર, કડીયાળી વિગેરે ગામોની મુલાકાત લીધેલ હતી. જેમાં વઢેરા ગામમાં આજે પણ લોકોના ઘરોમાં ગોઠણ સમા પાણી ભરાયેલા છે અને લોકોના કપડા, ગાદલા-ગોદડા, અનાજ બધુ જ પાણીમાં પલળી ગયેલ છે. આ અંગે પરેશભાઈ ધાનાણીએ જણાવ્યા મુજબ સરકારી કોઈ પણ સહાય હજુ સુધી જાફરાબાદ તાલુકામાં કોઈપણ પીડીતોને મળેલ નથી. અંબરીશ ડેરે કહેલ કે બે ટાઈમનું ભોજન અને નાસ્તાની વ્યવસ્થા હું કરાવી આપીશ. પરેશ ધાનાણીએ પ્રશ્ન કર્યો કે અસરગ્રસ્ત જાફરાબાદના પ્રવાસ દરમ્યાન તમારી સાથે સ્થાનિક ધારાસભ્ય કેમ નથી ? તેના જવાબમાં ધાનાણીએ જણાવેલ કે હું અંબરીશ ડેરના કહેવાથી જ આ વિસ્તારની મુલાકાતે આવ્યો છું. અંબરીશ ડેર ઘાતરવડી-૨ ડેમના પાણીમાં ગઈરાતથી એક આધેડ ગરક થઈ ગયેલ હોય તેનો અત્તોપત્તો  મળતો ન હોય તે અંગેની કામગીરીમાં વ્યસ્ત હોવાથી અમારી સાથે હાજર રહેલ નથી (તસ્વીર-અહેવાલઃ શિવકુમાર રાજગોર-રાજુલા)(૨-૧૬)

(2:35 pm IST)