Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાણાવાવમાં રોડ એક ફુટ ઉંચો બનાવતા દરગાહમાં વરસાદના પાણી ઘુસવાનો પ્રશ્ન

નગર પાલીકાના ચીફ ઓફીસરને રજુઆતઃ રોડ કામ વખતે દાદ મળી નહી

રાણાવાવ, તા., ર૧: આમદભાઇ જુસાભાઇ સમા (સંઘી સુન્ની મુસ્લીમ જમાત ટ્રસ્ટ)એ રાણાવાવ નગર પાલીકાના ચીફ ઓફીસરને રજુઆત કરીને જણાવેલ કે તાજેતરમાં થયેલ સી.સી. રોડ પાસે આશાપુરા ચોકમાં જાહેરશાહ પીરની દરગાહમાં વરસાદી પાણી સાથે તણાઇ આવેલ ગંદકી કીચડ ઘુસી જવાથી ધાર્મિક લાગણી દુભાઇ છે.

રજુઆતમાં જણાવ્યું છે કે કોન્ટ્રાકટ અનુસાર જુના રોડ ખોદી અને ફરીથી રોડ બનાવવાના હતા તેના બદલે કોન્ટ્રાકટર દ્વારા જુના રોડ ખોદયા વગર તેની જ ઉપર નવો સી.સી. રોડ અંદાજીત એક ફુટ ઉંચો બનાવેલ હોવાથી વરસાદી પાણી ઘુસવાની સમસ્યા થયેલ છે. નગર પાલીકાના પાછળના ભાગે તે રોડ પણ ખોદીને કરેલ છે. તો પછી બીજા રોડ કોન્ટ્રાકટરો દ્વારા કેમ ખોદીને કરવામાં આવેલ નથી. તેની તપાસ થવી જોઇએ. આ બાબતે અમે વખતોવખત તેમજ રોડના ચાલુ કામે પણ રોડ ઉંચા આવવાથી પાણી ઘુસી જશે તેવી ટેલીફોનીક રજુઆત કરેલ પરંતુ અમારી રજુઆત ધ્યાને લેવામાં આવેલ નથી તેમ રજુઆતમાં જણાવેલ છે.

(12:58 pm IST)