Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સલાયાના સીમાણી કાલાવડની સીમમાં જુગાર રમતા ૬ ઝડપાયા

ખંભાળીયા, તા. ર૧ : સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમાણી કાલાવડ ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ ઇસમોને પકડી પાડતી આર.આર. સેલ રાજકોટ રેન્જ રાજકોટની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગીરીરાજસિંહ મહોબતસિંહ જાડેજા રે. ઉગમણાબારા, દિપકસિંહ ઓઘુભા જાડેજા રે. જામનગર, નિદ્રેશ એભાભાઇ ગાગલીયા અહીર રે. જામનગર, જમન માધાભાઇ નકુમ રે. જામગઢડા તા. કલ્યાણપુર, હાથીયાભાઇ વેજાભાઇ ઓડદરા મેર રે. ઓડદર, તા. પોરબંદર, હમીર ઓડેદરા મેર રે. સોઢાણા તા. પોરબંદરની ધરપકડ કરી છે. છગનભાઇ ઓડેદરા મેર રે. પોરબંદર ફરાર થયેલ છે.

રોડકા રૂ.૪૩૧૦૦/- મારૂતી અટટીંગાકાર રૂ. ૪પ૦૦૦૦/- હોન્ડા સાઇન મો.સા. રૂ. રપ૦૦૦/-, મોબાઇલ ૪ રૂ. ૧પપ૦૦/- પાથરણુ તથા ગંજીપતા સહિત કુલ પ,૩૩,૬૦૦/- મુદામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંઘની સુચના તથા આર.આર. સેલના પીએસઆઇ કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ડી.ડી. પટેલ, અરજણભાઇ આહીર, સજુભા જાડેજા તથા કેશુરભાઇ ભાટીયાએ સદરહુ કામગીરી કરેલ છે.

(12:57 pm IST)