Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સુરેન્દ્રનગરમાં ફુલગ્રામમાં પાણીના પાઉચ ન આપતા માર મારીને ખૂનની ધમકી

વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે.-ફરીયાદી જસવંતભાઇ હરજીભાઇ જીડીયા જાતે ત.કોળી ઉ.વ.૪૨ રહે.ફુલગ્રામ તા.વઢવાણ વાળાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૭/૦૭/૨૦૧૮ કલાક ૧૫/૩૦ વાગ્યે ટાંકીચોક પાસે ગુલશન પાન સેન્ટર પાસે ફરીયાદીએ આ કામના અજાણ્યા આરોપી નં-૧ પાસે પાણીના પાઉચ માંગતા જે નહીં આપતા આરોપી નં-૧ નાએ ફરીયાદીને લાકડાના ધોકા વતી ડાબા હાથે તથા શરીરે મુઢ માર મારી તથા ડાબા હાથે ફ્રેકચર કરી તથા થોડીવાર બાદ અજાણ્યા આરોપી નં.૨, ૩, તથા ૪ નાએ ફરીયાદીને શરીરે મોઢે તથા આંખના ભાગે છુટા હાથે માર મારી તથા તમામ અજાણ્યા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ઝધડો કરવામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.સા.શ્રી સુરેન્દ્રનગરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.ઇન્સ. શ્રી કે.એચ.ત્રિવેદી સુરેન્દ્રનગરસીટી એ. ડીવીઝન પો.સ્ટે. નાઓ કરે છે.

કોલેજમાં હુમલો

સુરેન્દ્રનગરસીટી બી ડીવી. પો.સ્ટે.-ફરીયાદી કેતનભાઇ દલસુખભાઇ પરીખ જાતે વાણીયા ઉ.વ.૫૦ ધંધો નોકરી રહે.સુરેન્દ્રનગર વડોદરીયા ચેમ્બર્સ પાસે જુના જકંશન વકીલ સોસાયટી વાળાએ ફરીયાદ નોંદ્યાવેલ છે કે, તા.૧૨/૦૭/૨૦૧૮ કલાક ૧૧/૫૦ થી તા.૧૬/૦૭/૨૦૧૮ કલાક ૧૮/૨૦ દરમ્યાન એ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ બીલ્ડીંગ તથા બીલ્ડીંગ કેમ્પમાં (૧) હિતેશ્વરસિંહ મોરી રહે. વઢવાણ (૨) જયદીપસિંહ કનકસિંહ પરમાર રહે.સુરેન્દ્રનગર (૩) વિપુલભાઇ વજુભાઇ જાદવ રહે.બલાળા (૪) એક અજાણ્યો માણસ અવાર નવાર કોલેજમાં આવી ફરીયાદી સાથે એ.બી.વી.પી. ના નામે ચેમ્બરમા ઘુંસી સુત્રોચારો કરી ધમકીઓ આપી વિદ્યાર્થી ઓને ઉશ્કેરી હલ્લાબોલ કરી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી તેમજ ફરીયાદી તથા કોલેજની પ્રતિષ્ઠાને હાની પંહોચાડવાના ઇરાદે ફરીયાદીને બાઇક સાથે રોકી ગેરકાયદેસર અવરોધ ઉભો કરી કાળા રંગનુ ઓઇલ છાંટી હુમલો કરતા ફરીયાદી બાઇક સાથે પડી જતા આરોપીએ ભાગી જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી એન.બી.ડોડીયા સુરેન્દ્રનગરસીટી બી. ડીવીઝન પો.સ્ટે. નાઓ કરે છે.

અકસ્માતમાં મોત

લખતર પો.સ્ટે.-ફરીયાદી હરેશભાઇ રામજીભાઇ રાઠોડ અનુ.જાતિ ઉ.વ.૩૦ રહે.ડેરવાળા તા.લખતર વાળાએ ફરીયાદ નોંદ્યાવેલ છે કે, તા.૧૮/૦૭/૨૦૧૮ કલાક ૧૫/૩૦ વાગ્યે મલકારી મેલડીમાં પાસે લખતર-વિરમગામ હાઇવે રોડ પર ફરીયાદી પોતાનો છકડો લઇને લખતર થી ડેરવાળા ગામે જતા રોડ ઉપર પોતાનો છકડો રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી છકડો રસ્તાની સાઇડમાં પલ્ટી ખવડાવી ફરીયાદીને નાની મોટી ઇજાઓ થતા પોતાનું મોત નીપજાવી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી જી.બી.પરમાર લખતર પો.સ્ટે. નાઓ કરે છે.

હુમલો

સાયલા પો.સ્ટે.-ફરીયાદી પ્રવીણભાઇ અમરાભાઇ વાળા જાતે અનુ.જાતી ઉવ.૩૯ રહે.કોટડા તા.સાયલા વાળાએ ફરીયાદ નોંદ્યાવેલ છે કે, તા.૧૮/૦૭/૨૦૧૮ કલાક ૦૯/૩૦ ના અરશામાં કોટડા ગામે (૧) અશોકભાઇ ગીગાભાઇ વાળા (૨) લલીતભાઇ ગીગાભાઇ વાળા (૩) ગીગાભાઇ કાનાભાઇ વાળા ત્રણેય અનુ.જાતિ રહે. ત્રણેય કોટડા તા.સાયલા નાએ સાહેદ જગાભાઇ વાલજીભાઇ ધોરીયા ત.કોળી પાસે સેન્ટીંગ કામના રૂપીયા લેવાના બાકી હોય જેના બદલામાં તેમનુ મોટરસાઇકલ લઇ લીધેલ હોય જે બાબતે સાહેદ જગાભાઇએ આ કામે ઇજા પામનાર સાહેદ ધુલાભાઇ રાજાભાઇ વાળા અનુ.જાતી ઉવ.૩૫ વાળાને આરોપીઓ તેમના સગા થતા હોય સમજાવવા માટે કહેલ હોય જેથી સાહેદ ધુલાભાઇ આરોપીઓએને સમજાવવા જતા તે બાબતે મનદુઃખ રાખી ઝદ્યડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી આરોપી ગીગાભાઇ કાનાભાઇએ કુહાડી વડે માથાના ભાગે એક દ્યા મારી પાંચ ટાંકા આવેલ હોય તથા જમણી આંખ ઉપર કુહાડીનો એક દ્યા કરી ફેકચર જેવી ગંભીર ઇજા કરેલ હોય તથા આરોપી અશોક ગીગાએ નાક ઉપર પાઇપ નો દ્યા મારી ફેકચર જેવી ઇજા કરેલ હોય તથા આરોપી લલીત ગીગાએ ડાબા ખભા ઉપર પાઇપ વડે માર મારી તથા બન્ને પગે તેમજ વાસામાં આડેધડ માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજી.સા.શ્રી સુરેન્દ્રનગરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી એ.એ.જાડેજા સાયલા પો.સ્ટે. નાઓ કરે છે.

ચોરી

સુરેન્દ્રનગરસીટી બી ડીવી. પો.સ્ટે.-ફરીયાદી દિલીપસિંહ કનુભા પલાણીયા જાતે કારડીયા રાજપૂત ઉ.વ.૩૯ ધંધો ખેતી/કન્ટ્રકસન રહે.એકસીસ બેંન્કની સામે વૃદાંવન એપાર્ટમેન્ટની પાછળ મેઇન રોડ સુરેન્દ્રનગર વાળાએ ફરીયાદ નોંદ્યાવેલ છે કે, તા.૧૯/૦૭/૨૦૧૮ રાત્રીના કલાક ૦૨/૩૦ ના અરસામાં વૃદાંવન એપાર્ટમેન્ટની પાછળ આરોપીઓ કોઇ અજાણ્યો ઇસમ જેને હું જોઇ ઓળખુ છું, તેની સાથે બીજા બે અજાણ્યા ઇસમોએ આ કામના ફરીયાદીના રહેણાંક મકાનમાં આ કામના કોઇ અજાણ્યા ઇસમોએ દિવાલ ટપી પ્રવેશ કરી પાર્કીગમાં રાખેલ કપાસના બીયારણની ૮૦ થેલી જેની આંશરે કિ.રૂ.૬૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી એન.બી.ડોડીયા સુરેન્દ્રનગરસીટી બી ડીવીઝન પો.સ્ટે. નાઓ કરે છે.

મુળી પો.સ્ટે.- શ્રી સ.ત. મહીપાલસિંહ સહદેવસિંહ રાણા એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર વાળાએ ફરીયાદ નોંદ્યાવેલ છે કે, તા.૧૮/૦૭/૨૦૧૮ કલાક ૨૩/૦૦ વાગ્યે મુળી દરબારપા હનુમાનજીના મંદીરની સામેની ગલીમાં ભારાજીપામાં આરોપી મુળરાજસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર જાતે દરબાર ઉ.વ.૩૨ રહે.મુળી વાળા આરોપીએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલો નંગ-૧૫૪ જેની કી.રૂ.૩૩,૭૦૦/- નો મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી ડી.બી.ઝાલા મુળી પો.સ્ટે. નાઓ કરે છે.

ફાયરીંગમાં ફરીયાદ

વઢવાણ પો.સ્ટે.-ફરીયાદી કલ્પેશભાઇ હરજીભાઇ માણસુરીયા જાતે ચુ.કોળી ઉવ.૩૨ ધંધો ખેતી રહે.લીયાદ તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર વાળાએ ફરીયાદ નોંદ્યાવેલ છે કે, તા.૧૮/૦૭/૨૦૧૮ ના કલાક ૨૨/૩૦ અરસામાં બલદાણા ગામ નજીક ઉદ્યલ ગામના ભોગાવો નદીમાં આરોપીઓ (૧) મનહરસિંહ દરબાર રહે.કુકડા (ર) કિશોરસિંહ દરબાર રહે.ભલગામડા (૩)રાજભા દરબાર રહે.ભોયકા નાએ ફરીયાદી તથા સાહેદો આ કામના આરોપીઓ ઉદ્યલ ગામના ભોગાવો નદીમા રેતી ભરવાનું કરતા હોય જે બંધ કરાવવા જતા આ કામના આરોપીઓ હાથમા લાકડી, લોખંડના પાઇપો લઇ આવી ફરીયાદી સાહેદોને તમો અમોને રેતી ભરવાની ના પાડવા આવેલ છો તેમ કહી આરોપી નં.૧ નાએ પોતાની પાસેની નાની બંદુક વડે હવામાં ફાયરીંગ કરી આરોપી નં.૨ નાએ ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાની પાસેની નાની બંદુક વડે ફાયરીંગ કરી જમણા કાનના ભાગે ઇજા કરી આરોપી નં.૩ નાએ લાકડી વતી ફરીયાદી તથા સાહેદોને શરીરે આડેધડ મારમારી મુઢમારની ઇજા કરી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.સા.શ્રી સુરેન્દ્રનગર ના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી નાસી જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ મહિલા પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સોનારા વઢવાણ પો.સ્ટે. નાઓ કરે છે.

(12:53 pm IST)