Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમરેલી પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ :ખેડૂતોમાં ખુશીની લહેર

અમરેલીમાં એક દિવસના વિરામ બાદ ફરી આજે મેઘસવારી આવી પહોંચી છે. અમરેલીના લાઠી સહિતના તમામ પંથકમાં વરસાદ વરસ્યો છે..આજે વહેલી સવારથી અમરેલી, લાઠી, બગસરા અને વડીયા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

(12:39 pm IST)