Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ટંકારાનું વીરપર બનશે હરિયાળું: ૪૫૦ વૃક્ષોના વાવેતર

મોરબી, તા.૨૧: નજીક આવેલ વીરપર ગામમાં આજે અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા અને વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો.

ટંકારા તાલુકાના વીરપર ગામે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને વીરપર ગામના વિવિધ સ્થળોએ ૪૫૦ વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યા હતા સમગ્ર વિશ્વ જયારે ગ્લોબલ વોમીંગના ખતરાથી ભયભીત છે અને તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે ત્યારે પર્યાવરણ બચાવોનો સંદેશ આપવાના હેતુથી આયોજિત વૃક્ષારોપણ સમારોહમાં મોરબી અજંતા ગ્રુપના પ્રવીણભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ ફોરેસ્ટ ઓફિસર કુંડારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વીરપર ગામમાં વૃક્ષારોપણને પગલે ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગ્રામજનો પણ હોશભેર જોડાયા હતા

વૃક્ષારોપણમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગ્લોબલ વોમીંગ સામે સૌ એક બનીને વૃક્ષો વાવવા પ્રેરણા આપી હતી અને આજે વાવેલું બીજ આવનાર સમયમાં વટવૃક્ષ બનશે તેમ જણાવી દરેક વ્યકિત અને કંપની વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લે તેવી હાકલ કરી હતી.

(11:41 am IST)