Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમરેલી જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન બાદ અનેક જળાશયોમાં નવા નીર

અમરેલીઃ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં જળસંગ્રહ માટેના સઘન કાર્યો કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ, લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર 'સરદાર સરોવર' તળાવનું ખાત મુહૂર્ત અને તકતીનું અનાવરણ કર્યુ હતુ. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ લાઠી સ્થિત માનસરોવર તળાવ અને દૂધાળા ખાતે ધોળકીયા પરિવાર દ્વારા નિર્મિત તળાવોની મુલાકાત લઇ નિરિક્ષણ કર્યુ હતુ. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૨૬૦ કામો પૈકી ૨૩૯ કામો શરૂ કરવામાં આવ્યા હતા. આ કામોમાંથી ૧૭૨ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૩૪ કામો ૫૦ ટકા લોકભાગીદારી સાથેના કામો છે. અમરેલી જિલ્લામાં સર્વત્ર વરસાદની મહેર થતાં અમરેલી જિલ્લાના નવા નીર ઉમેરાતા ખેડૂતો અને નાગરિકોની ખુશીમાં ઉમેરો થયો છે. જિલ્લાના ઝરખીયા, જાળીયા અને લુંઘીયા ખાતેના તળાવો-જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. બગસરા સ્થિત ચેકડેમમાં પણ નવા નીર આવ્યા છે. સુજલામ-સુફલામ યોજના તળે કામ શરૂ થયા તે સમયની અને વરસાદની મહેર થતાં જળાશયોમાં આવેલા પાણી બાદની તસ્વીરી ઝલક...

(11:40 am IST)