Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને લોકો કર્મચારીઓએ ભુખ્યા પેટે ૪૮ કલાક ફરજ બજાવી વિરોધ કર્યો

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને યુનિયના આદેશ મુજબ ૪૮ કલાકના આંદોલનના ભાગરૂપે કર્મચારીઓ એકઠા થયેલ તે પ્રસંગની તસ્વીર

સુરેન્દ્રનગર તા ૨૧ : ઓલ ઇન્ડીયા લોકો રનિંગ સ્ટાય એસોસિીએશન દ્વારા દેશભરમાં ૪૮ કલાક માટે લોકો રનિંગ સ્ટાફ 'હંગર ફાસ્ટ' પર તારીખ ૧૭/૭/૨૦૧૮ ના રોજ સવારે ૯.૦૦ કલાકથી તા. ૧૯/૭/૨૦૧૮ ના રોજ સવારે ૯.૦૦ કલાક સુધી રનિંગ સ્ટાફ ભુખ્યા પેટે ભારતીય રેલ ચલાવી નવતર વિરોધ કર્યો હતો.

આ સમય દરમ્યાન રનિંગ સ્ટાફ, રનિંગ રૂમમાં તેમજ ટ્રેનિંગ સેન્ટરમાં ભુખ્યા રહીને નોકરી કરી હતી. ઓલ ઇન્ડીયા લોકો રનિંગ સ્ટાફની મુખ્ય માંગો માં આર.એ.સી ૧૮૦(આર.એ.સી રંનિંગ એલાઉન્સ કમીટી) ના  ફોરમ્યુલા મુજબ રનિંગ સ્ટાફના કીલોમીટર ભથ્થા નક્કી કરવા, આરીએફ ૧૩/૨૦૧૮ ના લેટર મુજબ પહેલા તથા પછીના રીટાયર્ડ ના પેન્સન તેમજ ફેમીલીી પેન્સન નક્કી કરવુંં., ન્યુ પેન્સન સ્કીમ (એન.પી.એસ) નાબુદ કરવી, રનિંગ રૂમની હાલતમાં સુધારો કરવો તથા રેેલ્વે બોર્ડ ની ગાઇડ લાઇન મુજબ સર્વે રનિંગ રૂમને એસી બનાવવા, રેલ્વે બોર્ડના આદેશ મુજબ ભારતીય રેલ્વેેના બધા એન્જીન એસી બનાવવા,, રનિંગ સ્ઠાયને પીરીયોડીકલ રેસ્ટ તથા દૈનિક રેસ્ટ (પીઆર એન્ડ એનઆર) બન્ને સાથ. આપવા તથા ભારતીય રેલ્વેમાં રનિંગ સ્ટાફની ખાલી પડેલ જગ્યાઓ વહેલી તકે ભરવાની મુખ્ય માંગણી છે.

ઓલ ઇન્ડીયા રેલ્વે લોકો રનિંગ સ્ટાફ  દ્વારા અપાયેલ આદેશ મુજબ સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને કર્મચારીઓએ ૪૮ કલાકલ ફરજ ભુખ્યા રહીને બજાવી આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

(11:39 am IST)