Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

મોરબી નગરપાલિકાને કોર્પોરેશનનો દરજજો મળવાના ઉજળા સંજોગો!

મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ નગરપાલિકાના ખર્ચ-કર્મચારી સેટ અપની માહિતી માંગી

મોરબી, તા.૨૧:ઓદ્યોગિક નગરી મોરબીને જીલ્લાનો દરજ્જો આપ્યા બાદ નાગરિકોની સુખાકારી માટે મોરબી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ વચ્ચે હાલ મ્યુનીસીપાલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે .

૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તીના વ્યાપને ધ્યાને લઈને મોરબી નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવા માટેના પ્રસ્તાવને પગલે અગાઉ મોરબીની વસ્તી તેમજ નગરપાલિકા સંબંધિત માહિતી મંગાવી હતી તો મ્યુનીસીપાલ ફાયનાન્સ બોર્ડ દ્વારા તાજેતરમાં મોરબી નગરપાલિકાના છેલ્લા ત્રણ વર્ષના નાણાકીય હિસાબ-ખર્ચની માહિતી, નગરપાલિકાના મહેકમ અને કર્મચારીઓના પગાર સહિતની માહિતી માંગવામાં આવી છે જે રીપોર્ટ સોપવા માટે નગરપાલિકાને જણાવાયું છે જેથી ફરીથી મોરબી નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો મળશે તેવી આશા બંધાઈ છે અને આ દિશામાં કામગીરી ચાલતી હોય જેથી મોરબીવાસીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે.

સાત ગામોનો સમાવેશ થાય તો કોર્પોરેશન બને 

મોરબી નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવાની દિશામાં ચાલી રહેલી પ્રક્રિયા અંગે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૧ ની વસ્તીને ધ્યાને લઈને કોર્પોરેશન બનાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં મોરબી આસપાસ વસતા રવાપર, ત્રાજપર, લાલપર, મહેન્દ્રનગર, શનાળા, વાવડી અને અમરેલી ગામોનો સમાવેશ થાય તો કોર્પોરેશન બની સકે છે.

(11:37 am IST)