Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ભાવનગરના પ્રાણ પ્રશ્નોની અધિકારીઓ સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચર્ચાઓ

ભાવનગર, તા.૨૧: ભાવનગર પ્રાંત હેઠળના ભાવનગર સીટી, ભાવનગર ગ્રામ્ય તેમજ ધોધા તાલુકાના પડતર પ્રશ્નો આ સમીક્ષા બેઠકમાં રજુ થયા હતા. જેવા કે, ભાવનગર આંગણવાડી વર્કર બહેનોના બાકી પગાર અંગે રજુઆત,ધોધા પીજીવીસીએલ, મામસા, વરતેજ, વલ્લભીપુર ખાતેના પીજીવીસીએલ દ્વારા પદાધિકારીઓની રજુઆત બરાબર સાંભળતા નથી અને ધ્યાને લઇ નિકાલ કરવામાં આવતા નથી, ભાવનગર તાલુકા મામલતદાર કચેરીમાં અરજદારોને શૌચાલયની સગવડ માટે અરજદારોને ટોયલેટ માટે ખુબ જ મુશ્કેલી પડે છે, આ શૌચાલયની સગવડતા માટે કલેકટરએ મંત્રીશ્રીને ખાત્રી આપી હતી, ખેતીવાડીમાં જવા માટેના રસ્તાઓ સરકારની યોજનામાં ગ્રાન્ટ આવે છે. તો પેવર બ્લોક નાખવાની મંજુરી આપવા સુચના આપવામાં આવી હતી, ભાવનગર રાજકોટ હાઇ વે ઉપર રોડ ક્રોસ કરવા માટે પ્રા. શાળાના બાળકોને ખુબ જ તકલીફ પડે છે. તો રોડ સ્પીડ બ્રેકર બનાવવા અધિકારીને મંત્રીએ સુચના આપી હતી.

ખોડિયાર મંદિર ખાતે મહારાજા સાહેબ વખતે ખોડિયાર તળાવ બંધાયેલ છે. જે ગામોના લોકોને પીવા માટે પાણીનો ઉપયોગ થાય તો ધણુ જ સારૂ પરંતુ જીઆઇડીસીને પાણી આપવામાં આવે છે. ત્યારે ગામોના લોકોને પીવાનુ પાણી મળતુ નથી આ અંગે મંત્રીશ્રીએ જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ.  આજની સમિક્ષા બેઠકમાં આપણા રજુ થતા પ્રશ્નોના નિકાલ માટે નથી પરંતુ ઉકેલ માટે છે.

 આ કાર્યક્રમમાં કલેકટર (ભાવનગર) જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, જિલ્લા પંચાયત  પ્રમુખ ભાવનગર, જિલ્લા પોલીસ વડા મ્યુન્સિપલ કમિશ્નર ભાવનગર, પ્રાંત અધિકારી તમામ, મામલતદાર તમામ, તાલુકા વિકાસ અધિકારી તમામ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તમામ, તેમજ તમામ અમલીકરણ અધિકારીઓ તેમજ પદાધિકારીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા – ચેરમેનશ્રી ગુજરાત હાઉસીંગ બોર્ડ, પુર્વ અધ્યક્ષશ્રી હર્ષદભાઇ દવે, ઉ.પ્રમુખ બી.કે.ગોહિલ, પ્રવિણભાઇ બારૈયા – પુર્વ ચેરમેન જિ.પંચાયત, દિગવિજયસિંહ ગોહિલ - પુર્વ ચેરમેન જિલ્લા પંચાયત, ભાવનગર તાલુકા અધ્યક્ષ હંસાબેન, રદ્યુભાઇ, જીતુભાઇ પરમાર – ભાવનગર તાલુકા પ્રમુખ, નારૂભાઇ આહીર – પુર્વ તા. પ્રમુખ, કિશોરભાઇ ભટ્ટ – જિલ્લા ભાજપ પ્રમુખ વગેરે હાજર રહયા હતા.

(11:37 am IST)