Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કોટડાસાંગાણીના ન્યુ ખેતી વિકાસ કેન્દ્રના માલીક ચેકરિટર્ન કેસમાં હાજર થવા હુકમ

રાજકોટ તા.૨૦: અત્રે શ્રી આધ્યશકિત ટ્રેડીંગ કું.નામથી ચાલતી પેઢીના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયાને ઉધાર માલ આપેલ, જે પેટે ન્યુ ખેતી વિકાસ કેન્દ્રના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયાએ શ્રી આધ્યશકિત ટ્રેડીંગ કું.ને ઉધાર માલની ખરીદી પેટે આપેલ રૂ.૨,૮૦,૦૦૦નો ચેક આપેલ, જે રીટર્ન થતા ફરીયાદી શ્રી આધ્યશકિત ટ્રેડીં કું.એ અદાલતમાં ફરીયાદ કરતા આરોપી ન્યુ ખેતી વિકાસ કેન્દ્રના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયાને કોર્ટમાં હાજર થવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, ફરીયાદી શ્રી આધ્યશકિત ટ્રેડીંગ કું.એ આરોપી ન્યુ ખેતી વિકાસ કેન્દ્રના નામથી ચાલતી પેઢીના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયાને ખેતીવાડીની દવાઓ તથા બીયારણની કુલ રકમ રૂ.૩,૩૫,૨૯૧નો ઉધારમાં માલ આપેલ, જે ઉધાર માલની ખરીદી કરતી વખેત નારણભાઇ મોહનભાઇ સોરઠીયાએ એવું વચન, વિશ્વાસ અને બાહેધરી આપી કે, ઉપરોકત માલની ખરીદી પેટેની રકમ અમો તમોને ચુકવી આપીશું. જે પેટે આરોપી નારણભાઇ મોહનભાઇ સોરઠીયાએ શ્રી આધ્યશકિત ટ્રેડીંગ કું.ની તરફેણમાં પાર્ટ પેમેન્ટ પેટે રૂ.૨,૮૦,૦૦૦નો ચેક આપેલ. જે પરત ફરેલ હતો.

ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી ન્યુ ખેતી વિકાસ કેન્દ્રના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકિકતો પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે, આરોપી ન્યુ ખેતી વિકાસ કેન્દ્રના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયાએ ફરીયાદી પાસેથી ઉધાર માલની ખરીદી કરેલ અને જે ઉધાર માલની ખરીદી પેટે ચેક આપી અને તે ચેક પાસ ન થવા દઇ આરોપી ન્યુખેતી વિકાસ કેન્દ્રના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયાએ ધી નેગો. ઇન્સ્ટુ. એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે, જે તમામ રજુઆતો ધ્યાને લઇ અદાલતે આરોપી ન્યુ ખેતી વિકાસ કેન્દ્રના માલિક નારણભાઇ મોહનભાઇ સોરઠીયા કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી શ્રી આધ્યશકિત ટ્રેડીંગ કું.પેઢી વતી વકીલ તરફે ભટ્ટ & ભટ્ટ એડવોકેટસના એડવોકેટ એન્ડ નોટરી શૈલેષ એમ.ભટ્ટ, ધર્મેન્દ્ર જે.ભટ્ટ અને ચિરાગ એમ.કકકડ રોકાયેલ છે.

(11:35 am IST)