Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સોમનાથ પંથકમાં ચોમાસામાં વિશિષ્ટ 'શણગા'નું શાક આરોગતા લોકો

પ્રભાસપાટણ, તા., ર૧: ધોધમાર વરસાદી વાતાવરણનો ધમાકેદાર માહોલ છવાયો છે ત્યારે ગીર સોમનાથના પ્રભાસપાટણમાંની શાક બજારમાં આજે શાકોનો સમ્રાટ બન્યો છે. શણગા એટલે ઘરના આંગણામાં કે વરસતા વરસાદમાં ખેતર શેઢે કોટા ફુટી કુણી સફેદ ડાંડલીઓ અને તેના ઉપર પાંદડા ઉગે પછી તેને મુળીયા સહીત કાઢી તેના મુળીયા અલગ કરી તેના પાંદડા અને કુણી ડાળખીઓને ઝીણી ઝીણી સમારી તેનું શાક બનાવવામાં આવે છે.

આ માત્ર દરીયાકાંઠા પ્રદેશ અહીના તે પણ ચોમાસામાં જ થાય છે. નાજુક ડાંડલી પાંદડાને ધોઇ તેને શાક તરીકે તેલ-ખટાશ, તીખાશ, ગળાશ, મરચું, તજ, લવીંગ, ગરમ મસાલા અને લીમડો કોકમ સાથે વઘાર સાથે સ્વાદિષ્ટ શાક કોઇ ચીભડાં, દુધી, બટેટા, ડુંગળી, લસણ નાખી આંગળી કરડી ખવાય તેવું મજેદાર શાક બને છે તેમાં પણ લીંબુ કે સુરકાની ખટાશ ઉમેરો તો ખાતા ખાતા બોલી જવાય જ કે વાહ કયા સ્વાદ હૈ ભાઇ ભાઇ સોમનાથની બજારમાં ૧૦૦ રૂપીયે કિલો મળે છે.

(11:34 am IST)