Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પોરબંદરનો ફોદારા ડેમ અર્ધો ભરાયો

પોરબંદર તા ૨૧ : પોરબંદર જીલ્લામાં સમયાંતરે ઝરમર વરસાદ વરસી જાય છે ડેમમા પાણીની ધીમી આવક ચાલુ છે પોરબંદરને પાણી પુરૂ પાડતા ફોદારા જળાશયમાં ૧ ઇંચ નવુપાણી આવતા સપાટી ૨૦.૮ ફુટ પહોંચી છે. આ ડેમ અર્ધો ભરાય ગયો છે.

જીલ્લા કંટ્રોલ મુજબ ૨ મી.મી. (૩૬૨ એમ.એમ.) ખાંભલા જળાશય શૂન્ય (૨૭૦ એમ.એમ.) સોદારા જળાશય ૫ એમ.એમ. (૩૧૮ એમ.એમ.મ્ એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર ૦.૮ એમ.એમ. (૩૭૭ એમે.એમ.) નોૅધાયો છે.

ગુરૂતમ ઉષ્ણતામાન ૨૯.૫ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ૨૬.૪ સે.ગ્રે. ચેવ ૮૬ ટકા, હવાનું દબાણ ૧૦૦૨.૦૨ એચ.પી..એ સુર્યોદય ૬.૨૦ તથા સુર્યાસ્ત ૭.૩૬ મીનીટે

(11:31 am IST)