Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જામકંડોરણાના બાલાપર ગામેથી જાહરેમાં જુગાર રમતા સાત ઝડપાયા

ધોરાજી, જામકંડોરણા તા.૨૧: જામકંડોરણા પોલીસ સ્ટેશનના પ્રો.પો.સબ ઇન્સ્પેકટર આર.એલ. ગોયલ, પો. હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ પરમાર, પો. કોન્સ. અજીભાઇ ગંભીર, યુવરાજસિંહ જાડેજા, યુવરાજભાઇ ચાવડા, વૈભવભાઇ ગોહિલ આ બધા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. કોન્સ. અજીતભાઇ ગંભીર તથા યુવરાજસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે જાહેરમાં જુગાર રમતા યુનીશભાઇ ઇબ્રાહીમભાઇ વંથા, શાંતિભાઇ ગોવિંદભાઇ પરમાર, હસમુખભાઇ રાણાભાઇ પરમાર, બોદુભાઇ ઇબ્રાહીમભાઇ વંથા, રામજીભાઇ વીરાભાઇ પરમાર, ટમુભાઇ મોહનભાઇ ચાવડા, પીઠાભાઇ ઉર્ફે ભગત વીરાભાઇ પરમાર રહેવાસી બધા બાલાપરને રોકડા રૂ. ૧૦૦૮૦ તથા ગંજીપતાના પાના સાથે ઝડપી જામકંડોરણા પો. સ્ટે.માં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

(11:30 am IST)