Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર ઉપરાંત જામજોધપુર અને વંથલી સહિતના સૌરાષ્ટ્ર્ના કેટલાક ગામોમા આકાશમા તરતી ચમકતી લાઈટો દેખાતા લોકોમાં કુતુહલ :ધોરાજી - ઉપલેટા વચ્ચે થયો ભેડી ધડાકો :આકાશમાં અચાનક લાઈટ જેવો તેજપૂંજ ઝળહળતા અનેક તર્ક-વિતર્ક

રાજકોટ : આજે રાત્રે 9 વાગ્યા આસપાસ રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર ઉપરાંત જામજોધપુર અને વંથલી સહિતના સૌરાષ્ટ્ર્ના કેટલાક ગામોમા આકાશમા તરતી ચમકતી લાઈટો દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું ધોરાજી - ઉપલેટા વચ્ચે ભેડી ધડાકો સંભળાયો હતો, બીજીતરફ આકાશમાં અચાનક લાઈટ જેવો તેજપૂંજ ઝળહળતા અનેક તર્ક-વિતર્ક  સર્જાયા છે લોકો અગાસીએ ચડી ગયા હતા અને આકાશી નજારાને જોઈને અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું

(11:28 pm IST)