Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જામજોધપુર પંથકના આકાશમાં બે ત્રણ લાઈટો અચાનક ઝબકી અને અદૃશ્ય થઈ જતી હોવાનું જોવા મળતા આશ્ચર્ય: એલિયન કે શું ?

જામજોધપૂરના આકાશમાં અચાનક લાઈટ જેવો તેજપૂંજ ઝળહળતા અનેક તર્ક-વિતર્ક.. શું ઉડતી રકાબી હતી? શું એલીયન દેખા દીધી? જામજોધપુર શહેર તથા સમગ્ર તાલુકામાં તદ્દન અલગ પ્રકારનો આકાશી નઝારો.. થોડા સમય પહેલા રાજકોટમાં પણ આવો જ આકાશમાં ચળકતો ચમકારો જોવા મળ્યો હતો. લોકોની લાગણી છે કે આ બાબતની ઉચ્ચકક્ષાએ તપાસ થવી જોઇએ અને આ તેજ પુંજ શું હતો કે જાહેર થવું જોઈએ. (દર્શન મકવાણા જામજોધપુર)

(11:15 pm IST)