Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબીના ચકમપર-જીવાપર વચ્ચે નદી પર બનતા પુલનું કામ બંધ કરાવવા માંગ

ટકાઉ પુલ બનાવવા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ કામ શરુ કરાવવામાં આવે તેવી માંગ

મોરબીના ચકમપર ગામથી જીવાપર વચ્ચે ઘોડાધ્રોઈ નદી પર નવા પુલનું કામ ચાલી રહ્યું હોય જે બંધ કરાવવા શ્રી ચકમપર ગ્રામ પંચાયતે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે
શ્રી ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ પરષોતમભાઈ કાલરીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ચકમપર-જીવાપર વચ્ચે ધોદાધ્રોઈ નદી પર હાલમાં ચોમાસામાં નદી પર પુલ બનાવવાનું કામ શરુ કરેલ છે પુલના બીમ ઉભા કરવા જે ખાડા ખોદેલ છે તેમાં વરસાદના પાણી ભરાઈ છે જેથી પાણી બહાર કાઢ્યા વગર કામ ચાલુ કરેલ છે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ્સ વાપરીને ઢાંકપીછોણો કરવામાં આવી રહ્યો છે વર્કઓર્ડર મુજબ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી નવો બનનારો પુલ કેટલો સમય ટકશે તે પ્રશ્ન છે
જેથી સરપંચ ચકમપર ગ્રામ પંચાયત દ્વારા વહીવટી તંત્રને જણાવવામાં આવે છે કે તાત્કાલિક અસરથી ભ્રસ્તાચારી પુલનું કામ બંધ કરાવવામાં આવે અને લોકોની સુખાકારી માટે વર્ષો સુધી પુલને કાઈ ના થાય તેવો ટકાઉ પુલ બનાવવા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ કામ શરુ કરાવવામાં આવે તેવી માંગ ગ્રામ પંચાયતે કરી છે

(8:36 pm IST)