Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબીના લાતીપ્લોટમાં ગેસ સીલીન્ડર ભરેલ ટ્રક ખાડામાં ફસાયો

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ચોમાસામાં સ્થિતિ નર્કાગાર બની રહે છે ખરાબ રોડ રસ્તાને પગલે ચોમાસામાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ત્યારે આજે એક ગેસ સીલીન્ડર ભરેલ ટ્રક કાદવ અને ખાડામાં ખુપી ગયો હતો
મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ગેસ એજન્સીના ગોડાઉન આવેલ છે જેથી ગેસ સીલીન્ડર ભરેલ વાહનોની અવરજવર રહેતી હોય છે તે ઉપરાંત અનેક ઘડિયાળ ઉદ્યોગના કારખાના આવેલ છે આમ છતાં તંત્ર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સમાન લાતીપ્લોટને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ આપી નથી જેના પગલે ચોમાસામાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે અને આજે એક ગેસ સીલીન્ડર ભરેલ ટ્રક કાદવ અને ખાડામાં ફસાયો હતો  લાતીપ્લોટ ૭ નંબર વિસ્તારમાં ટ્રક ફસાયો હતો

(8:34 pm IST)