Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબીમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન ક્વીન હરીફાઈ યોજાઈ

મોરબી જીલ્લાના રંગપર પીએચસી ખાતે આજે ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓનું એચબી, બીએમઆઈ, વજન, ઉંચાઈ અને આરોગ્ય તપાસવાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આંગણવાડી કેન્દ્રમાં સારું એચબી ધરાવતી ત્રણ કિશોરીઓને પ્રોત્સાહન ઇનામ પૂર્ણા દિવસની ઉજવણીમાં હિમોગ્લોબીન ક્વીન હરીફાઈના ભાગરૂપે આપવામાં આવશે
જે કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અડીકારી ડો કતીરા, મોરબી ઘટક ૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, રંગપર પીએચસી મેડીકલ ઓફિસર, મુખ્ય સેવિકા મહેશ્વરીબા જાડેજા, રંગપર સેજાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

(8:31 pm IST)