Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબીની મહેન્દ્રસિંહજી હોસ્પિટલ અંદર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ અંદર જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લઇને  એલસીબી ટીમે ૧.૦૭ લાખની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી  બી જાડેજાના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમે બાતમીને આધારે મોરબીના મહેન્દ્રસિંહજી હોસ્પિટલ અંદર દરોડો કર્યો હતો જેમાં હોસ્પિટલ અંદર જાહેર જગ્યામાં જુગાર રમતા ઉમેશ ટીડાભાઈ ગોલતર, અજય ઉર્ફે ડાડો મનસુખ વરાણીયા, ગોપાલ નાઝા ગોલતર, ધરમશી ઉર્ફે લાલો રાજુ ગણેશીયા અને સંજય ખોડા ગોલતર રહે બધા ત્રાજપર મોરબી ૨ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૦૭,૫૦૦ જપ્ત કરી છે
   આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એનબી ડાભી, દિલીપભાઈ ચૌધરી, શક્તિસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, રણવીરસિંહ જાડેજા, સતીષ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી

(8:01 pm IST)