Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કરણી સેનાના રાજ શેખાવતના જામીન ચોટીલા કોર્ટ દ્વારા નામંજૂર

કરણી સેનાના રાજ શેખાવતના જામીન ચોટીલા કોર્ટ દ્વારા નામંજૂર

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા. ૨૧ :. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના રિમાન્ડ પુરા થતા આજે ચોટીલા કોર્ટમાં રજુ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા બંદોબસ્ત માટે ઉતારી દેવાયા હતા. ચોટીલા કોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. હવે રાજ શેખાવતના વકીલો દ્વારા સેસન્સ કોર્ટમાં અરજી કરવામાં આવશે.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અમરેલીના પોલીસ કમિશ્નર નિર્લિપ્ત રાય વિરૂદ્ધ કરેલી અયોગ્ય ટિપ્પણી બાદ તેની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવ્યા બાદ ૫ દિવસના રિમાન્ડ મંજુર કરાયા બાદ આજે તેને ચોટીલા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.જેથી પોલીસ બંદોબસ્ત સાથે કરણી સેનાના આગેવાનો, કાર્યકરો ચોટીલા દોડી ગયા હતા.

કોર્ટ પાસે આવેલ પેટ્રોલ પંપ અને મહાકાળી ભેળ સહિત ચારથી પાંચ ફાસ્ટફુડની દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી. અને પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ અજાણ્યા વ્યકિતઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી. દોશીએ ચૂસ્ત બંદોબસ્ત સાથે તેઓને કોર્ટમાં રજૂ કર્યુ હતું.

(4:34 pm IST)