Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોંગ્રેસે જામનગરમાં યૌન શોષણ કેસમાં હવે ઝંપલાવ્યું : ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૧: જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં હંગામી મહિલા કર્મચારીઓ દ્વારા યૌન શોષણના આક્ષેપ બાદ રાજય સરકારે તાત્કાલિક તપાસ કમિટીની તપાસના આદેશ આપ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ પણ મેદાને ઉતરી છે.

રવિવારે રજાના દિવસે કોંગ્રેસના નેતાઓને પણ આ મુદ્દે ઝંપલાવવા માટે સમય મળી ગયો અને છેલ્લે છેલ્લે કોંગ્રેસના શહેર પ્રમુખ અને કોર્પોરેટર તેમજ હોદ્દેદારો જામનગર શહેર ડીવાયએસપી ઓફિસ ખાતે રજાના દિવસે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા.

ડીવાયએસપી ઓફિસ ખાતે શહેર વિભાગના એએસપીને બદલે નાયબ પોલીસ અધિક્ષકના ઓફિસ ખાતે પોલીસ કર્મીને આ સમગ્ર મુદ્દે આવેદનપત્ર આપી સંતોષ માન્યો છે. અને યોન શોષણ મુદ્દે યુવતીઓને ન્યાય આપવા માટેની માગણી પણ કરી છે. જોકે કોંગ્રેસ હર હંમેશ છેલ્લે છેલ્લે જાગે છે તે આ વખતે પણ આ સમગ્ર મુદ્દામાં પ્રતીત થયું છે.

જામનગર કોîગ્રેસ પાર્ટી અને યુવા કોર્પોરેટર ઍડવોકેટ નૂરમામદ પલેજા દ્વારા જામનગર સિટી ડીવાયઍસપીને લેખિત ફરિયાદ નોîધાવી અને આ સમયે વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) રમચાબેન નંદાણીયા કોર્પોરેટર ઍડવોકેટ નુરમામદભાઇ પલેજા કોર્પોરેટર ધવલભાઇ નંદા કોપોરેટર ઍડવોકેટ હારૂન પલેજા, સહારાબેન મકવાણા પ્રદેશ અગ્રણી, રંજનબેન ગજેરા મહિલા પ્રમુખ નર્મદાબેન મંડોરા, ભાગેશ્વરબા જાડેજા, સુભાષભાઇ ગુજરાતી અોબીસી પ્રમુખ, સંજયભાઇ બાંકરીયા અોબીસી ૭૯ પ્રમુખ, રામદેભાઇ અોડેદરા અોબીસી ૭૮ પ્રમુખ, ભરતભાઇ ગજીયા મા.પ્રમુખ, પિયુષભાઇ પરમાર, ધીરેનભાઇ નંદા, અલતાફભાઇ ખીરા, સબીર હુસેન ચાવડા, સમીર સંઘાર હાજર હતા. (તસ્વીર ઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:44 pm IST)