Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા જન સેવા કાર્ય સંપન્ન

સંસ્થા અને કલબ પ્રમુખ પ્રીતિબેન દેસાઇના સેવા કાર્યો બદલ મોરબી ન્યૂઝ મીડિયા ગ્રુપ દ્વારા સન્માન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબી દ્વારા તા ૨૦ જૂન ના રોજ મલ્ટી વિટામીન અને વિટામિન સી ટેબ્લેટનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતુ. વર્તમાન સમયમાં જયારે કોરોના મહામારી સહિતની બીમારીઓ એ માઝા મૂકી છે અને બહોળી સંખ્યામાં લોકો તેનો ભોગ બની રહ્યા છે અને જે લોકોની રોગપ્રતિકારકશકિત ઓછી હોય તેવા લોકો ગમે ત્યારે કોઇપણ બીમારીનો શિકાર બની શકે છે. તો લોકોની રોગ પ્રતિકારક શકિત વધે અને લોકોનું સમતોલ સ્વાસ્થ્ય જળવાઇ રહે તેવા ઉમદા આશયથી ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબી દ્વારા તારીખ ગઇકાલે રોજ સુમતિનાથ નગર વાવડી રોડ ખાતે વિનામૂલ્યે રોગપ્રતિકારક શકિતવર્ધક મલ્ટી વિટામિન તથા વિટામીન-સી ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લાભાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો..

 આ સાથે સામાજિક સેવાકીય અને લોકજાગૃતિ રૂપે પ્રવૃત્ત્િ।ઓ કરી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૃં પાડતા ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબીના પ્રમુખ પ્રીતિબેન દેસાઈનું મોરબી ન્યૂઝ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રતિભાવમાં પ્રીતિબેન તેમ જ સભ્યો દ્વારા મોરબી ન્યૂઝનો આભાર માનવામાં આવ્યો હતો..

આ પ્રોજેકટને સફળ બનાવવા કલબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ સેક્રેટરીઙ્ગ મયુરીબેન કોટેચા વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તથા અન્ય કલબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(1:38 pm IST)