Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પોરબંદર પાસે ૯ કિલો અને ૩પ૦ ગ્રામ ગાંજાનું વાવેતર ઝડપાયું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૧ :  નજીકના પાલખડામાં ૯ કિલો ૩પ૦ ગ્રામ ગાંજાનું વાવેતર કરનાર ભરત દેવશંકર તેરૈયાને પોલીસ પકડી પાડેલ છે. ઝડપાયેલ ગાંજાની કિંમત ર૯૩પ૦૦ થાય છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદ પદાર્થોનું સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.આર. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. સી. ગોહીલનાઓ દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામાં આવેલ જે અનવ્યે એસ.ઓ.જી. સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન પો. કોન્સ. મોહિતભાઇ ગોરાણીયા તથા સંજયભાઇ ચૌહાણને બાતમી મળેલ કે ભરત દેવશંકર તેરૈયા રહે. પાલખડા તા.જી. પોરબંદર વાળા પાલખડા ગામની સેકડી સીમમાં પોતાના કબજા ભોગવટાની ખેતરમાં મરચીનું વાવતેર કરેલ તેની સાથે ગાંજાનું વાવેતર કરેલ જે હકિકતના આધારે સરકારી પંચોની સાથે રાખી રેઇડ કરતા ભરત દેવશંકર તેરૈયા એ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં મરચીના વાવેતર સાથે લીલા ગાંજાના છોડ નંગ-ર જેનો કુલ વજન ૯ કિલો ૩પ૦ ગ્રામ કિ. રૂ. ૯૩પ૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી બગવદર પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ. એકટની કલમ એકટ ૧  ૯૮પ ની કલમ ૮(બી), ર૦ (એ) (બી) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી. ગોહીલ, તથા એસ.ઓ.જી. સ્ટાફના એએસઆઇ એમ.એમ. ઓડેદરા, કે.બી. ગોરાણીયા હેડ કોન્સ્ટેબલ સરમણભાઇ રાતીયા, એમ.એચ. બેલીમ કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીયા, મોહીતભાઇ ગોરાણીયા, સંજય કરશનભાઇ ડ્રા. એ.એસ.આઇ. માલદેભાઇ મુળુભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

(1:36 pm IST)